Breaking News : આબૂરોડના કિવરલી પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત, 6 લોકોના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત, જુઓ Video
દિવસે દિવસે અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. અકસ્માતમાં અનેકો પરિવારો પોતાના વ્હાલસોયા પરિવારના સભ્યોને ખોઈ બેઠતા હોય છે. ત્યારે આવો જ ભયાનક અકસ્માત બનાસકાંઠા નજીક સર્જાયો છે. આબૂરોડના કિવરલી પાસે ગમખ્વાર અકસ્માતમાં સર્જાયો છે.

અકસ્માતમાં 6 લોકોના ઘટના સ્થળે મોત
અકસ્માતમાં 6 લોકોના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત થયા છે.અમદાવાદથી જાલોર જતા પરિવારને અકસ્માત નડ્યો હતો. જો સમગ્ર ઘટનાની વાત કરીએ તો સિરોહીમાં ટ્રેલર સાથે કાર અથડાતા કારનો કચ્ચરઘાણ નીકળ્યો હતો. જેમાં 3 પુરુષ, 1 મહિલા અને 2 બાળકોનું મોત થયું છે. અકસ્માતમાં એક મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. જેને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે ખસેડવામાં આવી છે. જ્યારે મૃતદેહને પણ પોસ્ટ મોર્ટમ કરવા લઈ જાય તેવી શક્યતા છે. જો કે સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

આ 4 રાશિના જાતકોની આજે કાર્યક્ષેત્રે લાભના સંકેત, જાણો આજનું રાશિફળ

ગુજરાતમાં ગરમી ભુક્કા કાઢશે, આ જિલ્લાઓમાં હીટવેવની આગાહી

મોરારી બાપુએ સુનિતા વિલિયમ્સની કરી પ્રશંસા, જુઓ Video

NEET રજીસ્ટ્રેશનની તારીખ લંબાવવા વાલીઓએ NTA સમક્ષ કરી માગ