Niftyમાં હવે Bottom Over ! શું હવે માર્કેટમાં આવશે મોટો ઉછાળો? જાણો અહીં
નિફ્ટી 22ના સ્તરે પહોચી ગયું છે અહીંથી સંભાવનાઓ દેખાઈ રહી છે ફરી નિફ્ટીના ઉછાળો થઈ શકે છે જેથી માર્કેમાં પણ મોટી મૂવમેન્ટ જોવા મળી શકે છે.

RSI 22 (રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ) ના સ્તરને સ્પર્શ્યા પછી નિફ્ટી ઇન્ડેક્સે ઘણી વાર મોટી વાપસી કરી છે. જ્યારે RSI 22 ની આસપાસ પહોંચે છે, ત્યારે તે એક ટેકનિકલ સંકેત છે કે બજાર ખૂબ જ ઓવરસોલ્ડ છે, એટલે કે કિંમતો ખૂબ નીચી ગઈ છે જેથી હવે નિફ્ટી ફરી વાપસી થવાની સંભાવના દેખાય રહી છે.

તમને જણાવી દઈએ કે Day's Time Frame , RSI હવે 22 સ્તરથી વાપસી કરી રહ્યું છે. આ પહેલા નિફ્ટી માત્ર માર્ચ 2020માં એટલે કે કોરોના સમયગાળા દરમિયાન આટલો નીચો ગયો હતો. તે પછી એટલે કે RSI 22 ને સ્પર્શ્યા પછી, નિફ્ટીએ ફરીથી ખૂબ જ જબરદસ્ત વાપસી કરી હતી.

આ વખતે પણ સંભાવનાઓ દેખાઈ રહી છે કે નિફ્ટી ફરી જોરદાર પુનરાગમન થશે કે કેમ તે કહેવું મુશ્કેલ છે, પરંતુ એટલું ચોક્કસ છે કે હવે બજાર તળિયે પહોંચી ગયું છે અને બાઉન્સ બેક કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

અગાઉ, નિફ્ટીએ ઓગસ્ટ 2011 અને ઓક્ટોબર 2018 માં RSI 22 ના સ્તરને સ્પર્શ કરીને પુનરાગમન કર્યું હતું અને આ તે સમય હતો જ્યારે બજાર નોંધપાત્ર રીતે ઘટ્યું હતું.

જે અગાઉ 2008ની મંદીમાં પણ નિફ્ટીએ RSI 22ના સ્તરને સ્પર્શ્યા બાદ જ પુનરાગમન કર્યું હતું. ત્યારે હવે હાલ પણ નિફ્ટી 22ના સ્તરે પહોચી ગયું છે અહીંથી સંભાવનાઓ દેખાઈ રહી છે ફરી નિફ્ટીના ઉછાળો થઈ શકે છે જેથી માર્કેમાં પણ મોટી મૂવમેન્ટ જોવા મળી શકે છે.

નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારી માટે છે આથી શેરબજારમાં રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ જરુર લેેવી.
શેરબજારને લગતી ઘણી માહિતી લોકો જાણવા માંગે છે તે સાથે રોકાણને લઈને પણ અવાર-નવાર અમે આપની સાથે માહિતી શેર કરતા રહીએ છીએ ત્યારે તે માહીતી જાણવા માટે અહીં ક્લિક કરો

































































