ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલમાં ન્યુઝીલેન્ડના સ્ટાર બેટ્સમેન કેન વિલિયમસને સદી ફટકારી રચ્યો ઈતિહાસ
ચેમ્પિયન્સ ટ્રોફીની બીજી સેમીફાઈનલમાં ન્યુઝીલેન્ડના સ્ટાર બેટ્સમેન કેન વિલિયમસને શાનદાર સદી ફટકારી હતી. ભૂતપૂર્વ કિવી કેપ્ટને ODI ક્રિકેટમાં 15મી વખત આ સિદ્ધિ મેળવી છે. વિલિયમસનની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ 48મી સદી છે અને તેણે સ્ટીવ સ્મિથની બરાબરી કરી લીધી છે.

ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલમાં ન્યુઝીલેન્ડના આ સ્ટાર બેટ્સમેન કેન વિલિયમસન શાનદાર સદી ફટકારી હતી. વિલિયમસને લાહોરમાં દક્ષિણ આફ્રિકા સામે શાનદાર બેટિંગ કરી અને ODI ક્રિકેટમાં તેની 15મી સદી ફટકારી હતી.

કેન વિલિયમસને ICC ટુર્નામેન્ટમાં ચોથી વખત સદી ફટકારી અને દક્ષિણ આફ્રિકા સામેની ODIમાં પણ આ તેની ચોથી સદી છે. કેન વિલિયમસને દક્ષિણ આફ્રિકા સામે 94 બોલમાં 102 રનની ઈનિંગ રમી હતી.

કેન વિલિયમસને 61 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી, પરંતુ તેણે આગામી 30 બોલ એટલે કે 91 બોલમાં પોતાની સદી પૂર્ણ કરી હતી. વિલિયમસને રચિન રવિન્દ્ર સાથે સદીની ભાગીદારી કરી હતી. કેન વિલિયમસને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની 48મી સદી ફટકારી હતી અને તેણે સ્ટીવ સ્મિથની બરાબરી કરી લીધી છે.

કેન વિલિયમસને દક્ષિણ આફ્રિકા સામે ખાસ હેટ્રિક નોંધાવી છે. તેણે દક્ષિણ આફ્રિકા સામે છેલ્લી ત્રણ ઈનિંગ્સમાં સદી ફટકારી છે. તેણે 2019ના વર્લ્ડ કપમાં 106 રન બનાવ્યા હતા. તાજેતરમાં તેણે ત્રિકોણીય શ્રેણીમાં અણનમ 133 રન બનાવ્યા હતા. આ પછી, તેણે ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલમાં 102 રનની ઈનિંગ રમી. આ આંકડા દર્શાવે છે કે કેન વિલિયમસન દક્ષિણ આફ્રિકા સામે સતત શાનદાર પ્રદર્શન કરે છે. તેની આ ક્ષમતા મોટી મેચોમાં ન્યુઝીલેન્ડ માટે વિજય સુનિશ્ચિત કરે છે.

કેન વિલિયમસને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 19,000 રન પૂરા કરનાર પ્રથમ ન્યુઝીલેન્ડનો ખેલાડી બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. વિલિયમસને 440 ઈનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી છે. આમ તો, વિરાટ કોહલીએ સૌથી ઓછી 399 ઈનિંગ્સમાં 19,000 રન બનાવ્યા છે. આ સિદ્ધિ મેળવવા માટે સચિનને 432 ઈનિંગ્સ લાગી હતી. (All Photo Credit : PTI)
દક્ષિણ આફ્રિકા vs ન્યુઝીલેન્ડમાંથી એક ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ભારત સામે ટકરાશે. ક્રિકેટ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા કરો ક્લિક

































































