Champions trophy 2025 : રાહુલે છેલ્લો બોલ રમી અમદાવાદનો હિસાબ દુબઈમાં બરાબર કર્યો, જુઓ ફોટો
ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પહોંચી ગઈ છે. ભારતે સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને ચાર વિકેટથી હરાવીને સતત ત્રીજી ICC ટુર્નામેન્ટના ટાઇટલ મેચમાં પ્રવેશ કર્યો છે. આ સાથે ટીમે અમદાવાદનો બદલો પણ પૂર્ણ કર્યો છે.

ભારતે આ સાથે ઓસ્ટ્રેલિયા સામે 2023 વનડે વર્લ્ડકપની ફાઈનલમા મળેલી હારનો હિસાબ બરાબર કર્યો છે. ટીમ ઈન્ડિયાના ચાહકો અને કેટલાક લોકો આ મેચને 2023 વર્લ્ડકપને ફાઈનલને બદલાના રુપમાં જોઈ રહ્યા હતા. દોઢ વર્ષ બાદ આ બદલો પૂર્ણ કર્યો છે.

ભારતે અગાઉ 2023 ODI વર્લ્ડ કપ, 2024 T20 વર્લ્ડ કપની ફાઇનલમાં જગ્યા બનાવી હતી અને હવે તે ચેમ્પિયન્સ ટ્રોફીના ટાઇટલ મેચમાં પણ પહોંચવામાં સફળ રહ્યું છે.

મંગળવાર 4 માર્ચે દુબઈમાં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી સેમિફાઇનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 4 વિકેટે હરાવ્યું. આ સાથે ભારતે પણ ફાઇનલમાં પોતાનું સ્થાન પાક્કું કરી લીધું છે.

ભારતીય ટીમની આ જીતનો સ્ટાર વિરાટ કોહલી હતો, જેણે 84 રનની શાનદાર ઇનિંગ રમી અને ફરી એકવાર લક્ષ્યનો પીછો કરતી વખતે ટીમને જીતની નજીક પહોંચાડી. કોહલી આ વખતે પોતાની સદી પૂરી કરી શક્યો નહીં પણ તેણે પોતાનું કામ પૂરું કરી લીધું હતું.

આ સેમિફાઇનલ પહેલા, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે છેલ્લી ODI મેચ 2023 ના વર્લ્ડ કપની ફાઇનલમાં રમાઈ હતી અને તે મેચમાં રાહુલની ધીમી ઇનિંગ્સને ટીમ ઇન્ડિયાની હારનું કારણ માનવામાં આવ્યું હતુ.

આ એક ઇનિંગને કારણે, રાહુલ છેલ્લા દોઢ વર્ષથી સતત ટીકા અને ટ્રોલિંગનો સામનો કરી રહ્યા છે. રાહુલે પોતે કેટલીક વાર સ્વીકાર્યું હતું કે તે ઇનિંગ્સ તેના માટે દુઃસ્વપ્ન હતી અને જ્યારે પણ તેને તક મળશે ત્યારે તે તેને સુધારવા માંગશે. બસ દુબઈમાં રાહુલે પોતાનું કામ કરી દેખાડ્યું હતુ.જેમણે શાનદાર સિક્સર ફટકારીને ટીમને ફાઇનલમાં પહોંચાડી. રાહુલ માત્ર 34 બોલમાં 42 રન બનાવીને અણનમ રહ્યો હતો.

ટીમ ઈન્ડિયાની જીત બાદ સમગ્ર દેશમાં ઉજવણી થઈ રહી છે. ફાઇનલમાં તેનો મુકાબલો કોની સામે થશે તે ન્યુઝીલેન્ડ અને સાઉથ આફ્રિકાની મેચ પછી સ્પષ્ટ થશે. આ મેચ બુધવારે લાહોરમાં રમાશે.
ટીમ ઈન્ડિયા અને મેન ઇન બ્લુ જેવા નામોથી જાણીતી ભારતીય ટીમ હાલમાં વિશ્વ ક્રિકેટ પર પ્રભુત્વ ધરાવે છે. ભારતીય ક્રિકેટ ટીમના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

































































