Travel with tv9 : ભગવાન શ્રી કૃષ્ણના રંગે રંગાવો ! આ વર્ષે હોળીની ઉજવણી કરો વૃંદાવનમાં
હવે હોળીને ગણતરીના જ દિવસ બાકી છે. હોળી ઉજવણી ભારતભરમાં અલગ અલગ પ્રકારે કરવામાં આવે છે. ત્યારે તમે તમારી હોળીને વધુ ખાસ બનાવવા માટે વૃંદાવન જવાનો પ્લાન આજે અમે તમે જણાવીશું.

અમદાવાદથી વૃંદાવન હોળીની ઉજવણી કરવા માટે તમે સરળતાથી જઈ શકો છો. અમદાવાદથી વૃંદાવન તમે બસ, ટ્રેનમાં જઈ શકો છો. જો તમારે ફ્લાઈટમાં જવુ હોય તો તમે દિલ્હી સુધી ફ્લાઈટમાં જઈ શકે છે. ત્યાંથી તમે સ્થાનિક બસમાં જઈ શકો છો.

અમદાવાદથી વૃંદાવન પહોંચી તમે બાંકે બિહારી મંદિરમાં દર્શન કરવા જઈ શકો છો. હોળીના દિવસે મંદિરમાં પણ તમે ધામધૂમથી તહેવારની ઉજવણી કરી શકો છો.

ત્યારબાદ તમે પ્રસિદ્ધ પ્રેમ મંદિરમાં દર્શન કરવા જઈ શકો છો. ત્યાં તમે પ્રેમ મંદિરમાં હોળીના તહેવારની ધામધૂમથી ઉજવણી કરી શકો છો. પ્રેમ મંદિરમાં દર્શન કરવા શ્રદ્ધાળુઓ દૂર દૂર આવતા હોય છે.

જ્યારે તમે યમુના કિનારે પણ હોળીની ઉજવણી કરી શકો છો. તમે ત્યાં તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે પણ જઈ શકો છો. ત્યારબાદ તમે વૃંદાવનથી મથુરા જઈ તમે ત્યાં ક્રિષ્ણજન્મભૂમિ મંદિરના દર્શન કરી શકો છો.

મથુરામાં પહોંચ્યા પછી તમે વિશ્રામ ઘાટની મુલાકાત લઈ શકો છો. ત્યાંથી તમે હોળીની ઉજવણીમાં ભાગ પણ લઈ શકો છો. ત્યારબાદ તમારા પાસે જો સમય હોય તો તમે ત્યાંથી આગ્રા જઈ તાજ મહેલની મુલાકાત લઈ શકો છો.
Tv9 ગુજરાતી પર તમે ઓછા ખર્ચમાં દેશ અને વિદેશના ક્યાં સ્થળોની મુલાકાત લઈ શકો છો તેની માહિતી આપવામાં આવે છે. જેની જાણકારી મેળવવા માટે Travel With Tv9ની સિરિઝ વાંચી શકો છો. આ સિરિઝ અંતર્ગત નિયમિત એક સ્ટોરી પ્રકાશિત કરવામાં આવે છે.

































































