Steve Smith Retires : ભારત સામે હાર્યા બાદ સ્ટીવ સ્મિથે નિવૃત્તિની જાહેરાત કરી
ઓસ્ટ્રેલિયાની ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માંથી બહાર થઈ ગઈ છે. આ ટુર્નામેન્ટમાંથી બહાર થયા બાદ, ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથે ODI ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. જોકે, સ્ટીવ સ્મિથ ટેસ્ટ અને ટી20 ફોર્મેટમાં રમવાનું ચાલુ રાખશે.

ચેમ્પિયન ટ્રોફી 2025માં ઓસ્ટ્રેલિયાની ટીમની સફર પૂર્ણ થઈ ચૂકી છે. સેમિફાઈનલ મેચમાં ભારત વિરુદ્ધ 4 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો છે. આ હાર બાદ ટીમના કેપ્ટન સ્ટીવ સ્મિથે મોટી જાહેરાત કરી છે.

સ્ટીવ સ્મિથે વનડે ફોર્મેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે.પરંતુ સ્ટીવ સ્મિથ ટેસ્ટ અને ટી20 ફોર્મેટમાં રમતો જોવા મળશે. સ્ટીવ સ્મિથે ઓસ્ટ્રેલિયા માટે અંદાજે 15 વર્ષ સુધી વનડે ક્રિકેટ રમ્યો છે. આ દરમિયાન તેમણે અનેક વખત ટીમની કેપ્ટનશીપ પણ કરી છે. ચેમ્પિયન ટ્રોફી 2025માં પણ પેટ કમિન્સની ગેરહાજરીમાં ઓસ્ટ્રેલિયાને આ ખેલાડી પર ભરોસો મુક્યો હતો.

35 વર્ષના સ્ટિવ સ્મિથે ચેમ્પિયન ટ્રોફીની સેમિફાઈનલમાં મળેલી હાર બાદ પોતાના આ નિર્ણય વિશે ટીમના સાથી ખેલાડીઓને જણાવી હતી. સ્ટીવ સ્મિથે કહ્યું આ એક શાનદાર સફર રહી છે અને મે દરેક મિનિટે આનંદ લીધો છે.

2 વર્લ્ડ કપ જીતવાની એક મોટી ઉપલબ્ધિ હતી. સાથે અનેક સાથી ખેલાડીઓએ પણ આ સફર શેર કરવા માટે ઘણા અદ્ભુત સાથી ખેલાડીઓ હતા. 2027 ના ODI વર્લ્ડ કપની તૈયારી શરૂ કરવાની હવે એક શ્રેષ્ઠ તક છે, તેથી આ યોગ્ય સમય લાગે છે.

સ્ટીવ સ્મિથે આગળ કહ્યું ટેસ્ટ ક્રિકેટ હજુ પ્રાર્થમિકતા છે અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ, વેસ્ટઈન્ડિઝ ત્યારબાદ ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમવાને લઈ ખુબ ઉત્સાહિત છું.મને લાગે છે કે, મારે હજુ આ મંચ પર યોગદાન આપવા માટે ઘણું બધું કરવાનું છે,

સ્ટીવ સ્મિથે 2010 માં વનડે ડેબ્યૂ કર્યું હતું. આ સમયગાળા દરમિયાન, તેમણે ઓસ્ટ્રેલિયા માટે કુલ 170 ODI મેચ રમી. વનડેમાં, તેણે 43.28 ની સરેરાશથી 5800 રન બનાવ્યા, જેમાં 35 અડધી સદી અને 12 સદીનો સમાવેશ થાય છે.

તે પોતાના દેશ માટે 16મો સૌથી વધુ વનડે ખેલાડી અને 12મો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે.ટીમ ઈન્ડિયા સામે વનડેમાં તેનું પ્રદર્શન પણ સારું રહ્યું. સ્મિથે ભારત સામે 30 વનડે રમી અને 53.19 ની સરેરાશથી 1383 રન બનાવ્યા. જેમાં 7 અડધી સદી અને 5 સદીનો પણ સમાવેશ થાય છે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA), જે અગાઉ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ (ACB) તરીકે ઓળખાતું હતું, તે ઓસ્ટ્રેલિયામાં ક્રિકેટનું સંચાલન કરતી સંસ્થા છે. ઓસ્ટ્રેલિયા ક્રિકેટના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

































































