Gold News: ભારતીયો વિદેશમાંથી કેટલું સોનું લાવી શકે છે? જાણો નિયમો
નિયમો અનુસાર, ભારતીય નાગરિકોને વિદેશમાંથી ચોક્કસ અમુક માત્રામાં સોનું લાવવાની છૂટ હોય છે, પરંતુ વધારે અથવા ખોટી રીતે લાવવાથી દંડ અને ધરપકડ થઈ શકે છે. આથી ચાલો જાણીએ કે ભારતીયો વિદેશમાંથી કેટલું સોનું લાવી શકે છે

હાલમાં રાન્યા રાવ નામની અભિનેત્રીની દુબઈથી પરત ફરતી વખતે 14.8 કિલો સોના સાથે ધરપકડ કરવામાં આવી છે, જેની કિંમત લગભગ 12 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. રાન્યા સોનાની તસ્કરી કરી રહી હતી જે બાદ હવે તે પકડાઈ ગઈ છે. આ ઘટના દર્શાવે છે કે અખાતી દેશો, ખાસ કરીને દુબઈમાંથી સોનાની દાણચોરી કરીને લાવવા પર કડક કાયદા અને કાનુન છે.

નિયમો અનુસાર, ભારતીય નાગરિકોને વિદેશમાંથી ચોક્કસ અમુક માત્રામાં સોનું લાવવાની છૂટ હોય છે, પરંતુ વધારે અથવા ખોટી રીતે લાવવાથી દંડ અને ધરપકડ થઈ શકે છે. આથી ચાલો જાણીએ કે ભારતીયો વિદેશમાંથી કેટલું સોનું લાવી શકે છે

તમને જણાવી દઈએ કે કોઈપણ પુરુષ વિદેશથી ભારતમાં 20 ગ્રામ સોનું લાવી શકે છે અને કોઈપણ મહિલા 40 ગ્રામ સોનું વિદેશથી લાવી શકે છે. તે કસ્ટમ ડ્યુટીથી મુક્ત છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સ (CBIC) એ દરેક માટે સોનું લાવવા માટે ફી નક્કી કરી છે. તો કેટલી ફી ચૂકવીને તમે સોનાનો કોઈ જથ્થો લાવી શકો છો ચાલો તે પણ જાણીએ

તમને જણાવી દઈએ કે 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પણ 40 ગ્રામ સોનું લાવવાની છૂટ છે. આ માટે સંબંધને પ્રમાણિત કરવું પડશે. આ સિવાય જ્યારે NRI અથવા એ ભારતીયો વિદેશમાં છ મહિનાથી રહેતા હોય તો તે 1 કિલો સુધી સોનું લાવી શકે છે, પરંતુ કસ્ટમ ડ્યુટી ચૂકવવી પડશે.

પાસપોર્ટ એક્ટ 1967 મુજબ, ભારતીય નાગરિકો તમામ પ્રકારનું સોનું (જ્વેલરી અને સિક્કા) લાવી શકે છે.






































































