ગુજરાત હાઇકોર્ટ ના ઓડિટોરિયમમાં મહત્વનો કાર્યક્રમ યોજાયો જેમાં ગુજરાત સાથે સંકળાયેલા અને તાજેતરમાં જ દેશની સર્વોચ્ચ અદાલતમાં નિયુક્તિ પામેલા ન્યાયાધીશો નું સન્માન કરવામાં આવ્યું જેમાં ગુજરાત રાજ્યના હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ રહી ચૂકેલા જસ્ટિસ વિક્રમનાથ, જસ્ટિસ બેલાબેન ત્રિવેદી તથા જસ્ટિસ જે.બી પારડીવાલા નો સન્માન કરવામાં આવ્યું.
1 / 4
મહત્વનું છે કે રાજ્યના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ વિક્રમનાથ અને બેલાબેન ત્રિવેદીની ગત વર્ષે જ સુપ્રીમ કોર્ટમાં નિયુક્તિ કરવામાં આવી હતી, પરંતુ કોરોના સંક્રમણને કારણે તેમનો સન્માન સમારોહ યોજાઈ શક્યો ન હતો.
2 / 4
રાજ્યના વધુ એક ન્યાયમૂર્તિ જે.બી.પારડીવાલાની નિમણૂક તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી છે, ત્યારે ત્રણેય ન્યાયાધીશનો સન્માન સમારોહ ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન દ્વારા યોજવામાં આવ્યો.
3 / 4
આજના સન્માન સમારોહમાં બાર કાઉન્સિલના પ્રમુખ અસીમ પંડ્યાએ ત્રણેય ન્યાયમૂર્તિઓના સમયગાળા અને મહત્વના નિર્ણયોને વાગોળ્યા. આ ઉપરાંત ત્રણેય ન્યાયમૂર્તિઓ દ્વારા પણ પોતાના વક્તવ્યમાં સિનિયર તથા જુનિયર ન્યાયમૂર્તિ અને એડવોકેટ બંનેને મહત્વની સલાહ પણ આપવામાં આવી. આ કાર્યક્રમમાં એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી અને સોલિસિટર જનરલ દેવાંગ વ્યાસ પણ હાજર રહ્યા હતા.