LIC policy : દર મહિને હવે તમને મળશે 17000 રૂપિયા, જાણો રોકાણની રીત
દેશની સૌથી મોટી સરકારી વીમા કંપની LIC પાસે આવી ઘણી યોજનાઓ છે જે સારું વળતર આપે છે. આજે અમે તમને આવી જ એક યોજના વિશે જણાવીશું.

LIC નો એક પ્લાન છે જેમાં તમને દર મહિને 17000 રૂપિયા મળી શકે છે. ચાલો જાણીએ તેની વિગતો શું છે. LIC ની આ ખાસ યોજનાનું નામ LIC જીવન અક્ષય છે. આ એક સિંગલ પ્રીમિયમ પોલિસી છે.

એટલે કે આ પોલિસીમાં તમારે ફક્ત એક જ વાર પૈસા જમા કરાવવા પડશે. તમે આમાં ઓછામાં ઓછા 1 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો. જો તમે આ યોજનામાં 5 લાખ રૂપિયાનું રોકાણ કરો છો, તો તમને વાર્ષિક 28625 રૂપિયાનું વળતર મળે છે.

જો તમે આ પોલિસીમાંથી દર મહિને 17000 રૂપિયાનું પેન્શન મેળવવા માંગતા હો, તો તમારે લગભગ 35 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે.

35 લાખ રૂપિયાનું રોકાણ કરીને, તમને દર વર્ષે લગભગ 2.04 લાખ રૂપિયા મળશે. જો તમે તેને માસિક લેવા માંગતા હો, તો તમને 17000 રૂપિયા મળશે.

નિવૃત્તિ આયોજનની દ્રષ્ટિએ આ LICનો વધુ સારો પ્લાન છે. આમાં તમને કર મુક્તિનો લાભ પણ મળે છે. (નોંધ : અહીં અપવાસમાં આવેલી માહિત ફક્ત આપની જાણકારી માટે છે. રોકાણ કરવા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી.)
ભારતીય જીવન વીમા નિગમ દેશની સૌથી મોટી સરકારી વીમા કંપની છે. LICની પહોંચ દેશના દૂરના ગામડાઓ સુધી વિસ્તરી છે. એલઆઈસીની સ્થાપના વર્ષ 1956માં થઈ હતી. રોકાણકરો માટે LIC અનેક યોજનાઓ લાવે છે. આવી યોજનાઓ વિશે જાણવા અહીં ક્લિક કરો..
