TV9 ગુજરાતી Digitalમાં ગુજરાત રાજ્યના સમાચાર સહિત જુદા-જુદા વિષયો અને કેટેગરી પર આર્ટીકલ લખે છે.
સતત ધમધમતા અમદાવાદમાં પાર્કિંગને લઈ ઠેર ઠેર ટ્રાફિક જમના દ્રશ્યો અવાર નવાર સામે આવતા હોય છે. મહત્વનું છે કે AMC હસ્તકના પાર્કિંગ વિસ્તારોમાં પણ માણસો રોકી હાલ સુધી કામગીરી કરવામાં આવતી હતી. પરંતુ હવે AMC દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં સ્માર્ટ પાર્કિંગ બનાવવામાં આવ્યા છે.
અમદાવાદમાં વર્તમાન સમયમાં પ્રથમ ડબલ ડેકર ઇ બસ આજથી જોવા મળી રહી છે. અમદાવાદ શહેરમાં 6 ડબલ ડેકર બસ એપ્રિલ માસ સુધીમાં દોડાવવાનું આયોજન છે. આ બસમાં 63 મુસાફરોની ક્ષમતા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 6 થી 12 જાન્યુઆરી દરમિયાન નવમા વાઈબ્રન્ટ અમદાવાદ નેશનલ બુકફેર -2024નું આયોજન કરવામાં આવ્યું છે. બુકફેરમાં દેશભરના 65 જેટલા પુસ્તક પ્રકાશકોના ૧૪૦થી વધુ બુક સ્ટોલ પર વિવિધ વિષયોનાં પુસ્તકો પ્રદર્શન સહ વેચાણ અર્થે ઉપલબ્ધ કરાયા છે.
જીવનધારા વૃધ્ધાશ્રમને એક વૃધ્ધ દંપતીએ પોતાના દામપ્તય જીવનના 51મી વર્ષગાંઠ નિમિતે અશકતાવાન અર્પણ કરી. આ વાનમાં ઈમરજન્સી કીટ સાથે ઓકસિજન બોટલ અને બેડની સાથે જરુરી મેડિકલ કીટ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
અમદાવાદના ખોખરા-હાટકેશ્વર સર્કલ નજીક મૃતક તબીબને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક લોકોએ તબીબને સાચી શ્રદ્ધાંજલિ અર્પી હતી.
વસ્ત્રાલના પંજરી રો હાઉસમાં રહેતી અને મહિલા હોમગાર્ડ તરીકે નારીગુહમાં ફરજ બજાવતી ચંદા કુશવાહ બે દીકરી ઓ સાથે પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. તેમના પતિનું દશ વર્ષ પહેલા આકસ્મિક મોત થયું હતુ અને ત્યારથી આ બન્ને બાળકીઓને ઉછેરી રહ્યા છે.
જગન્નાથ ભગવાનની રથયાત્રાને લઈ તૈયારીઓ પૂર જોશમાં ચાલી રહી છે. ત્યારે ભગવાનના મામેરાને લઈ તૈયારી શરૂ કરવામાં આવી છે. મામેરાનું બુકિંગ એડવાન્સમાં થઇ જતું હોય છે. જો નંબર લાગી જાય તો જીવન ધન્ય ધન્ય થઇ જતું હોય છે.
સલામતી સિક્યુરિટીની મદદથી રાહદારીઓ તેમજ વાહન ચાલકો માટે ઠંડી છાશનું વિતરણ કરાયુ હતુ. સાથે જ પક્ષીઓ માટે કુંડા વિતરણ કરવામાં આવ્યું ગરમી થી લોકોને રાહત મળે તે માટે આ સેવાકીય પગલું લેવામાં આવ્યું હતું.
હનુમાન દાદાની પંચધાતુની પ્રતિમા 30 હજાર કિલો વજન ધરાવે છે અને 54 ફૂટ ઊંચી છે. પંચધાતુની જાડાઈ 7 એમએમની છે. આ પ્રતિમા એવી રીતે બનાવવામાં આવી છે કે જેને ભૂકંપમાં પણ આંચ નહીં આવે.