20 જાન્યુઆરીના મહત્વના સમાચાર : આ સપ્તાહના અંત સુધીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની થઈ શકે જાહેરાત, ફેબ્રુઆરીના બીજા અઠવાડિયામાં મતદાનની શક્યતા

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 20, 2025 | 10:53 AM

આજે 20 જાન્યુઆરીના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

20 જાન્યુઆરીના મહત્વના સમાચાર : આ સપ્તાહના અંત સુધીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની થઈ શકે જાહેરાત, ફેબ્રુઆરીના બીજા અઠવાડિયામાં મતદાનની શક્યતા

LIVE NEWS & UPDATES

  • 20 Jan 2025 10:53 AM (IST)

    સપ્તાહના અંત સુધીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની થઈ શકે જાહેરાત

    સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. આ સપ્તાહના અંત સુધીમાં જાહેરાત થઈ શકે છે. રાજ્ય ચૂંટણી આયોગ તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યું છે. 23 જાન્યુઆરી મતદાન મથકોને આખરી ઓપ અપાશે. 27 જાન્યુઆરી સુધી સંવેદનશીલ, અતિ સંવેદનશીલ મતદાન મથકોની યાદી તૈયાર કરાશે. ફેબ્રુઆરી મહિનાના બીજા અઠવાડિયામાં મતદાનની શક્યતા છે. 21 જાન્યુઆરીએ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થશે.

  • 20 Jan 2025 09:49 AM (IST)

    આણંદ: ઉમરેઠમાં 18 વર્ષીય યુવતી પર દુષ્કર્મ આચરનાર ઝડપાયો

    આણંદ: ઉમરેઠમાં 18 વર્ષીય યુવતી પર દુષ્કર્મ આચરનાર ઝડપાયો છે. તારી મમ્મી બોલાવે છે તેવું કહીં આરોપી પોતાના ઘરે યુવતીને લઈ ગયો હતો. ગણતરીના કલાકોમાં જ સ્થાનિક પોલીસે આરોપીની ધરપકડ કરી.

  • 20 Jan 2025 08:54 AM (IST)

    બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને ધાનેરાના ગામડાઓમાં વિરોધ

    બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને ધાનેરાના ગામડાઓમાં વિરોધ શરુ થયો છે. ધાનેરાના ડેઢા અને એડાલ ગામે સુત્રોચ્ચાર સાથે વિરોધ કરવામાં આવ્યો. ધાનેરામાં વિભાજન મુદે લોકોમાં નારાજગી વધી છે. વાવ-થરાદમાં નહીં ભળવા મામલે લોકોએ સુત્રોચ્ચાર કર્યા. ધાનેરાના ગામડાંઓમાં પણ વિરોધના સૂર ઉઠી રહ્યા છે.

  • 20 Jan 2025 08:36 AM (IST)

    આણંદના ભાલેજમાંથી LCBએ કતલખાનું ઝડપી પાડ્યું

    આણંદના ભાલેજમાંથી LCBએ કતલખાનું ઝડપી પાડ્યું છે. ગેરકાયદેસર ચાલતું કતલખાનું ઝડપી દસ ગૌવંશનો બચાવ કર્યો. પોલીસે 4 આરોપીઓને ઝડપી પાડી 5 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા. 885 કિલો ગૌમાંસના જથ્તા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો.

  • 20 Jan 2025 07:39 AM (IST)

    રાજકોટ :કિન્નરો અને રિક્ષા ચાલક યુવક વચ્ચે બબાલ થતા મારામારી

    રાજકોટમાં જ્યુબલી ચોક પાસે જોરદાર બબાલ થઇ. કિન્નરો અને રિક્ષા ચાલક યુવક વચ્ચે બબાલ સર્જાઇ. સામાન્ય બોલાચાલી બાદ કિન્નરો અને રિક્ષાચાલક વચ્ચે મામલો તંગ બન્યો અને રસ્તા વચ્ચે જ બંને પક્ષો વચ્ચે છૂટ્ટા હાથની મારામારીના દ્રશ્યો જોવા મળ્યા. સ્થિતિ એટલી તો તંગ બની કે, બંને પક્ષો છરી અને દંડા વડે મારામારી પર ઉતરી આવ્યા. મારામારીને પગલે રસ્તા પર ટ્રાફિકજામના પણ દ્રશ્યો સર્જાયા. ઘટનાની જાણ થતાં જ પોલીસ એક્શનમાં આવી અને કાર્યવાહી હાથ ધરી.

  • 20 Jan 2025 07:38 AM (IST)

    ડોનાલ્ડ ટ્રમ્પ આજે USના રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે

    થોડા કલાકોમાં, ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. જોકે આ ટ્રમ્પનો બીજો કાર્યકાળ હશે, આ વખતે તેમનો ‘અમેરિકા ફર્સ્ટ’ એજન્ડા માત્ર અમેરિકન નીતિઓમાં મોટા ફેરફારો લાવવાનો જ નથી, પરંતુ વૈશ્વિક રાજકારણ, રાજદ્વારી, વેપાર અને પર્યાવરણ જેવા મુદ્દાઓ પર પણ ઊંડી અસર કરશે. તેમના કાર્યકાળના શરૂઆતના સંકેતો સ્પષ્ટપણે દર્શાવે છે કે અમેરિકા અને બાકીના વિશ્વને નવી વ્યૂહાત્મક દિશામાં આગળ વધવું પડશે.

આવતીકાલે અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ લેશે શપથ. વેસ્ટ લોનને બદલે કેપિટોલ રોટુન્ડામાં યોજાશે કાર્યક્રમ. સૈફ અલી ખાનનો હુમલાખોર 5 દિવસના રિમાન્ડ પર. બાંદ્રા કોર્ટે આરોપીને પોલીસ કસ્ટડીમાં મોકલ્યો. પ્રયાગરાજમાં કુંભ મેળામાં સેક્ટર 19 અને 20માં લાગી ભીષણ આગ. ટેન્ટમાં સિલિન્ડર બ્લાસ્ટ બાદ 100થી વધુ ટેન્ટ ખાખ. ફાયર વિભાગે મેળવ્યો કાબૂ. હિમાચલમાં પેરાગ્લાઈડિંગ દરમિયાન અમદાવાદની યુવતીનું મોત. ટેક ઓફ પોઈન્ટ વખતે જ નીચે પટકાતા 19 વર્ષીય યુવતીનો ગયો જીવ. ખ્યાતિકાંડમાં કાર્તિક પટેલના 10 દિવસના રિમાન્ડ મંજૂર. 28 જાન્યુઆરી 11 વાગ્યા સુધી રિમાન્ડ, 16 કરોડના ખર્ચ વિશે તપાસ થશે. દ્વારકા, બેટ દ્વારકા અને ઓખામાં 8 દિવસોમાં 73 કરોડની જમીન કરાવાઈ ખાલી. તો સુરેન્દ્રનગરમાં પણ 400થી વધુ મકાનોમાંથી દબાણો દૂર કરાયા.

Published On - Jan 20,2025 7:36 AM

Follow Us:
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
g clip-path="url(#clip0_868_265)">