નાના પડદા પરના સૌથી લોકપ્રિય રિયાલિટી શો 'બિગ બોસ 18'નો ગ્રાન્ડ ફિનાલે, જે 19 જાન્યુઆરી, 2025 એ યોજાયો હતો, તે ખૂબ જ મજેદાર રહ્યો. મોડી રાત સુધી ચાલેલા ફિનાલેમાં, શોના સૌથી લોકપ્રિય સ્પર્ધક કરણવીર મહેરાને આ સીઝનનો વિજેતા જાહેર કરવામાં આવ્યો, જ્યારે કરણવીર સાથે સ્પર્ધકોનો વિરોધ અને ટેકો આપનાર વિવિયન ડીસેનાને રનર અપ જાહેર કરવામાં આવ્યા.
1 / 6
રજત દલાલ ટોપ 3 માં સ્થાન મેળવવામાં સફળ રહ્યા. આ સાથે સલમાન ખાને કરણવીર મહેરાને પોતાના હાથે ટ્રોફી અને 50 લાખ રૂપિયા પણ આપ્યા. જ્યારે ઈશા સિંહ અને ચુમ દારંગનું બિગ બોસ સીઝન 18ના વિજેતા બનવાનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું.
2 / 6
દર વર્ષની જેમ, જનતા અને બિગ બોસને તેમનો વિજેતા મળી ગયો છે. કરણવીર મહેરાએ અંતિમ રેસમાં વિવિયન ડીસેનાને હરાવીને ટ્રોફી જીતી. 105 દિવસની સફરમાં, ઘણી બધી લડાઈઓ અને ઝઘડાઓ, બિગ બોસ દ્વારા દરેક પગલે પોતાના પ્રિય વિવિયનને સાથ આપવો, ટાસ્કમાં દગો, તૂટેલી મિત્રતા અને બંધાયેલા સંબંધો... ઘણું બધું જોવા મળ્યું. પરંતુ જ્યારે સલમાન ખાને ટોપ 2 ફાઇનલિસ્ટમાંથી કરણવીર મહેરાનો હાથ ઉંચો કર્યો અને તેને વિજેતા જાહેર કર્યો, ત્યારે દર્શકો ખુશ થઈ ગયા . પરંતુ રનર-અપ વિવિયન ડીસેનાને હરાવનાર વ્યક્તિ પોતે બિગ બોસ હતા.
3 / 6
બિગ બોસ 18 માં કરણવીર મહેરાએ જે રીતે રમત રમી હતી, તે આ શો જીતવા માટે સંપૂર્ણપણે લાયક હતો. જ્યારે તે ફાઇનલમાં પહોંચ્યા, ત્યારે લોકોને ક્યાંકને ક્યાંક ખબર હતી કે દર વર્ષની જેમ આ વખતે પણ બિગ બોસ ગેમ રમશે, પરંતુ આ વખતે એવું બન્યું નહીં. જે વ્યક્તિએ આખા શો દરમિયાન ખરેખર એકલા લડ્યો અને પોતાની રમત રમી, તે જ ટ્રોફીનો હકદાર હતો અને તે કરણવીર હતો. જે આખરે બિગ બોસ 18ની સિઝન જીતી ગયો
4 / 6
કરણવીર મહેરા છેલ્લા 19 વર્ષથી ટીવી ઇન્ડસ્ટ્રીનું મોટુ નામ છે. તેમણે ઘણા ટીવી શો કર્યા. તેમણે 2005 માં ટીવીની દુનિયામાં પ્રવેશ કર્યો. તે રોહિત શેટ્ટીના શો 'ખતરોં કે ખિલાડી 14' ના પણ વિજેતા પણ રહી ચૂક્યા છે. આમાં તેને 20 લાખ રૂપિયાની સાથે એક ચમકતી ટ્રોફી પણ જીતી.
5 / 6
કરણવીરે કૃષ્ણા શ્રોફ અને ગશ્મીર મહાજાનીને હરાવીને વિજેતાની ટ્રોફી જીતી. કરણ વીરે 2004 માં 'રીમિક્સ' શો દ્વારા ટીવી ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું. બાદમાં તે 'બીવી ઔર મૈં', 'રાગિની એમએમએસ 2', 'મેરે ડેડ કી મારુતિ' અને 'ઇટ્સ નોટ ધેટ સિમ્પલ' માં દેખાયો.
6 / 6
બિગ બોસ ટીવીની મોસ્ટ પોપ્યુલર રીયાલીટી ટીવી શો છે અત્યાર સુધી આ શોના 17 સિઝન આવી ચૂક્યા છે ત્યારે હાલ 18મો સિઝન ચાલી રહ્યો છે ત્યારે આજે તેનો ગ્રાન્ડ ફીનાલે છે ત્યારે તેને લગતી તમામ માહિતી જોવા અહીં ક્લિક કરો