Local body elections : સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત, આ બે જગ્યાએ નહીં યોજાય ચૂંટણી, Videoમાં જાણો વધુ માહિતી

Local body elections : સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત, આ બે જગ્યાએ નહીં યોજાય ચૂંટણી, Videoમાં જાણો વધુ માહિતી

Kinjal Mishra
| Edited By: | Updated on: Jan 20, 2025 | 11:42 AM

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય ચૂંટણી આયોગે જણાવ્યું છે કે આ સપ્તાહના અંત સુધીમાં ચૂંટણીની જાહેરાત કરવામાં આવી શકે છે. ચૂંટણી કમિશન દ્વારા આ સપ્તાહના અંત સુધીમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. ચૂંટણી ફેબ્રુઆરીના બીજા કે ત્રીજા અઠવાડિયામાં ગુજરાત વિધાનસભા સત્ર દરમિયાન યોજાઈ શકે છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. આ સપ્તાહના અંત સુધીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. રાજ્ય ચૂંટણી આયોગ તૈયારીઓને આપી રહ્યું છે. 23 જાન્યુઆરીએ મતદાન મથકોને આખરી ઓપ આપશે. 27 જાન્યુઆરી સુધી સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકોની યાદી તૈયાર કરાશે. ફેબ્રુઆરી મહિનામાં બીજા અઠવાડિયામાં મતદાનની શક્યતા છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી મામલામાં માહિતી સામે આવી છે કે ફેબ્રુઆરીની અંદર રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાઈ શકે છે. આખરી મતદાર યાદી 21 જાન્યુઆરી એટલે કે આવતીકાલે પ્રસિદ્ધ થઈ શકે છે અને સામાન્ય રીતે આખરી મતદારયાદી જાહેર થાય તે સપ્તાહની અંદર જ ચૂંટણી કમિશન દ્વારા ચૂંટણીની જાહેરાત કરવામાં આવતી હોય છે. અત્યારની મહત્વની બાબત એ પણ છે કે આણંદ જિલ્લાની જે વલ્લભ વિદ્યાનગર અને કરમસદ નગરપાલિકાઓ છે તેનો હવે મહાનગરપાલિકાની અંદર સમાવેશ થાય છે.આ નગરપાલિકાઓ દ્વારા તેની યાદી જાહેર કરવામાં નહીં આવે.તે મહાનગરપાલિકા થઇ ગઇ હોવાથી ત્યાં ચૂંટણી યોજાશે નહીં.

ખેડા જિલ્લાની વાત કરવામાં આવે કે ખેડા જિલ્લા પંચાયત અને થરાદ નગરપાલિકા અને વિજાપુર નગરપાલિકામાં પણ નવેસરથી આખી કવાયત થવાની છે. પરંતુ તે સિવાયની જે નગરપાલિકાઓની વાત કરવામાં આવે કે જે નગરપાલિકાઓમાં ચૂંટણી યોજાવાની છે તેવી 75 જેટલી નગરપાલિકાઓની મતદારયાદી પ્રસિદ્ધ કરી દેવામાં આવશે. મતદારયાદીની પ્રસિદ્ધિ બાદ ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવશે. એટલે કે કહી શકાય કે આ સપ્તાહના અંત સુધીમાં ચૂંટણી કમિશન દ્વારા સત્તાવાર રીતે રાજ્યની અંદર જે પણ 75 નગરપાલિકાઓ છે કે જ્યાં ચૂંટણી યોજાવાની છે તેને લઈને જાહેરાત કરી શકે છે.

આ ચૂંટણી ફેબ્રુઆરીના બીજા કે ત્રીજા સપ્તાહમાં કે જે સમયે રાજ્યની અંદર ગુજરાત વિધાનસભા સત્ર પણ ચાલતું હશે, તે સમયગાળામાં જ રાજ્યની અંદર ચૂંટણીઓ યોજાઈ શકે છે.

Published on: Jan 20, 2025 11:40 AM
g clip-path="url(#clip0_868_265)">