Steve Smith Captain : સ્ટીવ સ્મિથ 7 વર્ષ બાદ બન્યો ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન, પેટ કમિન્સની ‘છુટ્ટી’

ઓસ્ટ્રેલિયાની ટીમે શ્રીલંકા પ્રવાસ માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. બે ટેસ્ટ મેચની આ શ્રેણીમાં સ્ટીવ સ્મિથને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તે 7 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયન ટીમની કમાન સંભાળવા જઈ રહ્યો છે.

| Updated on: Jan 09, 2025 | 5:14 PM
ઓસ્ટ્રેલિયાની ટીમે શ્રીલંકા પ્રવાસ માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. બે ટેસ્ટ મેચની આ શ્રેણીમાં સ્ટીવ સ્મિથને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ટીમનો નિયમિત કેપ્ટન પેટ કમિન્સ બીજીવાર પિતા બનવા જઈ રહ્યો છે. આ સિવાય તેને પગની ઘૂંટીની સમસ્યા પણ છે, જેનો ઈલાજ કરાવવો જરૂરી છે. આથી તેણે રજા લીધી છે. તેની ગેરહાજરીમાં સ્મિથને ટીમની કમાન સોંપવામાં આવી છે. સ્મિથ 7 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયન ટીમનું નેતૃત્વ કરવા જઈ રહ્યો છે.

1 / 6
2018માં સેન્ડપેપર કૌભાંડમાં દોષિત જાહેર થયા બાદ, સ્ટીવ સ્મિથ પર 12 મહિના માટે કોઈપણ ટીમની કેપ્ટનશિપ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પ્રતિબંધ પૂર્ણ થયા બાદ તે બે વખત ઓસ્ટ્રેલિયન ટીમની કેપ્ટનશીપ કરી ચુક્યો છે.

2 / 6
કોવિડ-19ને કારણે 2021માં કમિન્સ ઉપલબ્ધ નહોતો ત્યારે સ્મિથને ટીમની કમાન સોંપવામાં આવી હતી. વર્ષ 2023 માં ભારત પ્રવાસ દરમિયાન કમિન્સને તેની માતાના અચાનક મૃત્યુને કારણે ઓસ્ટ્રેલિયા પરત ફરવું પડ્યું. ત્યારે સ્મિથે ભારત સામેની ટેસ્ટ શ્રેણીની છેલ્લી બે મેચોમાં કાંગારૂ ટીમનું નેતૃત્વ કર્યું હતું. જોકે, બંને વખત તેને વચગાળાનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો અને એક-બે મેચમાં તેને તક આપવામાં આવી હતી. પરંતુ શ્રીલંકા પ્રવાસ પર 7 વર્ષ બાદ પ્રથમ વખત તે સમગ્ર શ્રેણીમાં ટીમની કેપ્ટનશીપ કરતો જોવા મળશે.

3 / 6
ઓસ્ટ્રેલિયાની ટીમ શ્રીલંકા પ્રવાસ પર બે ટેસ્ટ મેચ રમશે. પ્રથમ મેચ 29 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી અને બીજી મેચ 6 થી 10 ફેબ્રુઆરી દરમિયાન રમાશે. આ માટે ઓસ્ટ્રેલિયાની ટીમે 16 ખેલાડીઓની ટીમની જાહેરાત કરી છે. તાજેતરમાં ભારત સામે ડેબ્યૂ કરનાર સેમ કોન્સ્ટાસ, નાથન મેકસ્વીની અને બ્યુ વેબસ્ટરને આ પ્રવાસમાં સ્થાન આપવામાં આવ્યું છે.

4 / 6
શ્રીલંકામાં સ્પિનરોનું વર્ચસ્વ છે, તેથી નાથન લિયોન સાથે, બે વધુ નિષ્ણાત સ્પિનરો મર્ફી અને કુહનેમેનની પણ પસંદગી કરવામાં આવી છે. આ સિવાય બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયાન સતત ટીમ સાથે રહેલા શોન એબોટ અને જોશ ઈંગ્લિસને પણ શ્રીલંકાની ફ્લાઈટમાં જગ્યા મળી છે. 21 વર્ષીય પ્રતિભાશાળી ખેલાડી કૂપર કોનોલી પણ ટીમમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે.

5 / 6
શ્રીલંકા પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ : સ્ટીવ સ્મિથ (કેપ્ટન), શોન એબોટ, સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી, ટ્રેવિસ હેડ (વાઈસ-કેપ્ટન), સેમ કોન્સ્ટન્સ, મેટ કુહનેમેન, માર્નસ લાબુશેન, જોશ ઈંગ્લિસ, ઉસ્માન ખ્વાજા, ટોડ મર્ફી, નાથન લિયોન, નાથન મેકસ્વીની, મિશેલ સ્ટાર્ક, બ્યુ વેબસ્ટર, કૂપર કોનોલી. (All Photo Credit : PTI / GETTY)

6 / 6

ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ઈતિહાસની સૌથી સફળ ટીમોમાં એક છે ક્રિકેટને લગતા અન્ય સમાચાર જાણવા માટે ક્લિક કરો 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">