9.1.2025

તમારા દરેક ટ્રાન્જેક્શન પર છે આવકવેરા વિભાગની ચાપતી નજર, વાંચો કેવી રીતે આવી શકે છે નોટીસ

આજના સમયમાં, દરેક વ્યક્તિ નાના-મોટા ટ્રાન્જેક્શન પણ ઓનલાઈન કરવાનું પસંદ કરે છે

ઘણા લોકો એવા છે જેઓ રોકડ વ્યવહાર કરવાનું પસંદ કરે છે કારણ કે તેઓ આવકવેરા વિભાગના રડારથી બચવા માંગે છે.

પરંતુ ઘણા એવા ટ્રાજેક્શન છે કે જેના પર આવકવેરા વિભાગ ચાંપતી નજર રાખે છે. જો તમે પણ આમ ટ્રાન્ઝેક્શન કરશો તો તમને ખબર પણ નહીં પડે અને નોટિસ તમારા ઘરે આવી જશે. 

ચાલો જાણીએ કે કયા કયા ટ્રાજેક્શન આવકવેરા વિભાગના રડાર પર હોય છે.

CBDTના નિયમો અનુસાર, જો કોઈ વ્યક્તિ નાણાકીય વર્ષમાં 10 લાખ રૂપિયા કે તેથી વધુ રોકડમાં બેન્ક ખાતા જમા કરાવે છે, તો તેણે તેની માહિતી આવકવેરા વિભાગને આપવી પડશે. 

આ સિવાય જો તમે 1 લાખ રૂપિયા કે તેથી વધુની ફિક્સ ડિપોઝીટ રોકડમાં કરો છો તો પણ આવકવેરા વિભાગ તમને નોટિસ મોકલીને તમારો જવાબ માંગી શકે છે.

જો તમે પ્રોપર્ટી ખરીદતી વખતે રૂ. 30 લાખ કે તેથી વધુની રોકડ ચુકવણી કરી હોય તો પ્રોપર્ટી રજિસ્ટ્રાર ચોક્કસપણે આ અંગે આવકવેરા વિભાગને જાણ કરશે.

આટલા મોટા ટ્રાન્ઝેક્શનને કારણે, આવકવેરા વિભાગ તમને પૂછી શકે છે કે તમે આટલી રોકડ રકમ ક્યાંથી લાવ્યા છો.

જો તમારું ક્રેડિટ કાર્ડનું બિલ 1 લાખ રૂપિયા કે તેથી વધુ છે અને તમે તેને રોકડમાં ચૂકવો છો, તો તમને આ રકમના સોર્સ વિશે પૂછવામાં આવશે.

જો કોઈપણ નાણાકીય વર્ષમાં તમે ક્યાંય પણ કોઈપણ રીતે 10 લાખ રૂપિયા અથવા તેનાથી વધુની ચુકવણી કરો છો, તો તમારા ઘરે આવકવેરાની નોટિસ આવી શકે છે અને આ નાણાંનો સ્ત્રોત પૂછવામાં આવી શકે છે.

જો કોઈપણ નાણાકીય વર્ષમાં તમે ક્યાંય પણ કોઈપણ રીતે 10 લાખ રૂપિયા અથવા તેનાથી વધુની ચુકવણી કરો છો, તો તમારા ઘરે આવકવેરાની નોટિસ આવી શકે છે અને આ નાણાંનો સ્ત્રોત પૂછવામાં આવી શકે છે.

આ પણ વાંચો

આ પણ વાંચો