આજનું હવામાન : ગુજરાતના અનેક વિસ્તારોમાં કડકડતી ઠંડી આગાહી, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતના અનેક વિસ્તારોમાં કડકડતી ઠંડીની પડે છે. આગામી દિવસોમાં હવે રાજ્યના હવામાનમાં ફરીથી ફેરફાર થવાની શક્યતા છે. રાજ્યમાં 24 કલાક સુધી હાલની જે સ્થિતિ છે તે પ્રમાણે જ ઠંડી પડતી રહેશે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતના અનેક વિસ્તારોમાં કડકડતી ઠંડીની પડે છે. આગામી દિવસોમાં હવે રાજ્યના હવામાનમાં ફરીથી ફેરફાર થવાની શક્યતા છે. રાજ્યમાં 24 કલાક સુધી હાલની જે સ્થિતિ છે તે પ્રમાણે જ ઠંડી પડતી રહેશે. ઠંડા પવનના કારણે અમદાવાદ અને ગાંધીનગર પણ ઠંડાગાર બની ગયા છે. હવામાન વિભાગની આગાહી છે કે હજુ પણ આગામી 2 દિવસ સુધી ઠંડી આવી રીતે જ લોકોને પરેશાન કરશે. જે બાદ થોડી રાહત મળી શકે છે. પરંતુ માવઠાને લઇને જે આગામી સામે આવી છે. તે ચિંતા વધારનારી છે.
રાજ્યમાં કેટલું રહેશે તાપમાન
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, અમરેલી, આણંદ, બોટાદ, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, પંચમહાલ, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 15 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. તેમજ સુરેન્દ્રનગર, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, મોરબી, ખેડા, ગાંધીનગર, જામનગર, બનાસકાંઠા, અરવલ્લી સહિતના જિલ્લાઓમાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત કચ્છ સહિતના જિલ્લાઓમાં 12 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.