Surat : છ વર્ષ પૂર્વ ઝડપાયેલા ડ્રગ્સના આરોપીને સુરત કોર્ટે 15 વર્ષની સજા ફટકારી, જુઓ Video
સુરતમાંથી MD ડ્ર્ગ્સ સાથે ઝડપાયેલા 2 આરોપીઓને કોર્ટે સજા ફટકારી હોવાનું સામે આવ્યુ છે. 6 વર્ષ પહેલા 7.59 કિલો MD ડ્ર્ગ્સ સાથે 2 આરોપી ઝડપાયા હતા. તેમને સુરત કોર્ટે 15 વર્ષની સજા ફટકારી છે.
રાજ્યમાં અવારનવાર ડ્રગ્સ સહિત અનેક નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે. જેના પર પોલીસ દ્વારા કડકડ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. ત્યારે સુરતમાંથી MD ડ્ર્ગ્સ સાથે ઝડપાયેલા 2 આરોપીઓને કોર્ટે સજા ફટકારી હોવાનું સામે આવ્યુ છે. 6 વર્ષ પહેલા 7.59 કિલો MD ડ્ર્ગ્સ સાથે 2 આરોપી ઝડપાયા હતા.
સુરત કોર્ટે બંન્ને આરોપીને 15 વર્ષની સજા ફટકારી છે. DRIએ 24 ઓક્ટોબર 2019 ના દિવસે રાજધાની ટ્રેનમાંથી પકડ્યા હતા. બંન્ને આરોપી નવી દિલ્હીમાં રુમ ભાડે રાખી ડ્રગ્સ બનાવી દેશના અલગ અલગ ભાગમાં સપ્લાય કરતા હોવાનું સામે આવ્યું હતુ. સુરત કોર્ટે બંને આરોપીને 15 વર્ષની કેદની સજા અને રૂપિયા 1.50 લાખનો દંડ ફટકાવ્યો છે.
રાજકોટમાં ઝડપાયું ડ્રગ્સ
બીજી તરફ રાજકોટમાં મેફેડ્રોન ડ્રગ્સ જથ્થા સાથે યુવાન ઝડપાયો છે. યુનિવર્સિટી રોડ પર આવેલા ભવાનીનગર નજીક ડ્રગ્સ સાથે યુવાન ઝડપાયો હતો. યુવાન પાસેથી 21.35 ગ્રામ ડ્રગ્સ કિંમત 2.13 લાખ, મોબાઈલ અને મોપેડ સહિત 2.78 લાખનો મુદામાલ કબજે કરવામાં આવ્યો. ઝડપાયેલા યુવાન અંશુ ઉર્ફે અશુડો બાબુભાઇ ચૌહાણ મૂળ યુપીનો હોવાનું સામે આવ્યુ છે. તેમજ રાજકોટમાં કોલેજમાં અભ્યાસ કરે છે.