સુરતમાં પણ રાજકોટ જેવો જ બનાવ, પતંગ ઉડાવતા બાળકની દોરી હાઈટેન્શન લાઈનને અડતા કરંટથી મોત,જુઓ Video

સુરતમાં પણ રાજકોટ જેવો જ બનાવ, પતંગ ઉડાવતા બાળકની દોરી હાઈટેન્શન લાઈનને અડતા કરંટથી મોત,જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 09, 2025 | 2:11 PM

ઉત્તરાયણ પર્વ પહેલાં જ રાજકોટ અને સુરતમાં બે બાળકોના પતંગ ઉડાડતી વખતે કરંટ લાગવાથી મૃત્યુ થયા છે. સુરતમાં 13 વર્ષીય બાળકને અને રાજકોટમાં 11 વર્ષીય બાળકને ઉચ્ચ વોલ્ટેજ લાઈનમાં પતંગની દોરી ફસાવાથી કરંટ લાગ્યો હતો. આ ઘટનાઓ ઉત્તરાયણ દરમિયાન સલામતીના નિયમોનું પાલન કરવાની તાકીદ કરે છે. બાળકોને પતંગ ઉડાડતી વખતે સાવચેતી રાખવાની જરૂર છે.

ઉત્તરાયણનો તહેવાર નજીક આવ્યો છે. ત્યારે એક તરફ લોકો પતંગ ઉડાવવીને પર્વની તૈયારીઓ શરુ કરી રહ્યા છે. બીજી તરફ ઉત્તરાયણ પહેલા જ દુર્ઘટનાઓના સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટ પછી સુરતમાં પણ ધાબા પર પતંગ ઉડાવી રહેલા બાળકને વીજ કરંટ લાગતા તેનું મોત થયુ છે. પરિવારમાં શોકનો માહોલ ફેલાયો છે.

ઘટનાની વાત કરીએ તો સુરતના સચીન GIDC વિસ્તારમાં 13 વર્ષીય પ્રિન્સ નામનો બાળક ધાબા પર પતંગ ચગાવી રહ્યો હતો. અચાનક હાઈટેન્શન લાઈનમાં પતંગની દોરી ફસાતા તેને કરંટ લાગ્યો હતો. જે પછી બાળક ગંભીર રીતે દાઝી જતા હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં બાળકનું ટુંકી સારવાર બાદ મોત થયુ છે. પોલીસે અક્સ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ગઇકાલે રાજકોટમાં પણ આવી જ એક ઘટના બની છે. રાજકોટના શાપરમાં રહેતો 11 વર્ષનો બાળક ધાબા પરથી પતંગ લેવા જતો હતો. તે ઈલેક્ટ્રિક સબ સ્ટેશનના પોલ પરથી પતંગ લેવા જતો હતો. તે દરમિયાન વીજ લાઈન ચાલુ હોવાથી તેને તરત જ કરંટ લાગ્યો અને કિશોર સ્થળ પર જ ભડથું થઇ ગયો હતો.

 

g clip-path="url(#clip0_868_265)">