IND vs PAK : ભારત-પાકિસ્તાન મેચ રદ્દ, આ કારણે પડોશી દેશ ટૂર્નામેન્ટમાંથી થયું બહાર

પહેલો ખો-ખો વર્લ્ડ કપ 13 જાન્યુઆરીથી દિલ્હીમાં શરૂ થવા જઈ રહ્યો છે. આ ટુર્નામેન્ટમાં કુલ 39 ટીમો રમતા જોવા મળશે. પરંતુ પાકિસ્તાનની ટીમ આ ટુર્નામેન્ટનો ભાગ નહીં બને. આવી સ્થિતિમાં ભારત અને પાકિસ્તાનની ટીમો વચ્ચેની મેચ પણ રદ્દ કરવામાં આવી છે.

| Updated on: Jan 08, 2025 | 9:06 PM
પહેલો ખો-ખો વર્લ્ડ કપ 13 જાન્યુઆરીથી દિલ્હીના ઈન્દિરા ગાંધી સ્ટેડિયમમાં શરૂ થવા જઈ રહ્યો છે. આ ટુર્નામેન્ટમાં પુરૂષ અને મહિલા બંને કેટેગરીમાં રોમાંચક મેચો રમાશે, જેમાં કુલ 39 ટીમો ભાગ લેશે. પહેલા આ ટૂર્નામેન્ટ 40 ટીમો વચ્ચે રમવાની હતી. પુરૂષોની સ્પર્ધામાં 20 ટીમ સામેલ છે, પરંતુ હવે તેમાં પાકિસ્તાનની ટીમનું નામ નથી. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ ભારત અને પાકિસ્તાનની ટીમો વચ્ચે થવાની હતી. પરંતુ હવે આવું નહીં થાય.

1 / 5
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિઝા મળવામાં વિલંબને કારણે પાકિસ્તાનની ટીમ નવી દિલ્હીમાં યોજાનાર પ્રથમ ખો-ખો વર્લ્ડ કપમાં ભાગ લઈ શકશે નહીં. પાકિસ્તાની ટીમને હજુ સુધી વિઝા મળ્યા નથી. આવી સ્થિતિમાં ભારતીય પુરુષ ટીમની પ્રથમ મેચ 13 જાન્યુઆરીએ નેપાળ સામે થશે.

2 / 5
ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા ખો-ખો વર્લ્ડ કપના સીઓઓ ગીતા સુદાને કહ્યું, 'જ્યારે અમે કાર્યક્રમ બનાવ્યો ત્યારે અમને આશા હતી કે તે યોજના મુજબ જ થશે. પરંતુ તે ખરેખર અમારા નિયંત્રણ હેઠળ નથી, વિદેશ મંત્રાલયે તેમની અરજી મંજૂર કરી નથી, તેથી એવું લાગે છે કે તેમના રમવાની કોઈ શક્યતા નથી. હાલમાં જ ક્રિકેટમાં ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને બંને દેશો વચ્ચે ઘણો વિવાદ થયો હતો. હવે તેની અસર અન્ય રમતો પર પણ જોવા મળી રહી છે. જેમાં હવે ખો-ખો વર્લ્ડ કપ પણ સામેલ છે.

3 / 5
હવે ખો-ખો વર્લ્ડ કપમાં પુરૂષોની મેચોની શરૂઆત ભારત અને નેપાળ વચ્ચેની પ્રથમ મેચથી થશે, જે 13 જાન્યુઆરીએ ભારતીય સમય અનુસાર રાત્રે 8:30 વાગ્યે રમાશે.લીગ તબક્કાની મેચો 16 જાન્યુઆરી સુધી રમાશે. આ પછી 17 જાન્યુઆરીથી પ્લેઓફ મેચો શરૂ થશે. જ્યારે ફાઈનલ 19 જાન્યુઆરીએ ભારતીય સમય અનુસાર રાત્રે 8.15 કલાકે રમાશે. બીજી તરફ મહિલાઓની ટુર્નામેન્ટમાં કુલ 19 ટીમો ભાગ લેશે.

4 / 5
પુરુષોની 20 ટીમોને ચાર ગ્રૂપમાં વહેંચવામાં આવી છે. ભારતીય ટીમના ગ્રુપમાં નેપાળ, પેરુ, બ્રાઝિલ અને ભૂતાનની ટીમ સામેલ છે. આ ઉપરાંત દક્ષિણ આફ્રિકા, ઘાના, આર્જેન્ટિના, નેધરલેન્ડ, ઈરાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, દક્ષિણ કોરિયા, અમેરિકા, પોલેન્ડ, ઈંગ્લેન્ડ, જર્મની, મલેશિયા, ઓસ્ટ્રેલિયા અને કેન્યા પણ આ ટુર્નામેન્ટનો ભાગ છે. (All Photo Credit : X / Kho Kho World Cup India 2025)

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">