17 વર્ષની ઉંમરે કામ શરુ કર્યું, 2 દીકરીના પિતાએ 2 વખત લગ્ન કર્યા, બોલિવુડના ઓલરાઉન્ડરનો જુઓ પરિવાર

બોલિવૂડ અભિનેતા, લેખક, ગાયક અને નિર્માતા ફરહાન અખ્તર મલ્ટી ટેલેન્ટેડ સ્ટાર છે, જેનો જન્મ 9 જાન્યુઆરી 1974ના રોજ થયો હતો. ફરહાન ખાન પોતાનો 51મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આજે અમે તમને તેમના વિશે કેટલીક રસપ્રદ વાતો જણાવીએ.

| Updated on: Jan 09, 2025 | 9:25 AM
 ફરહાન અખ્તરે પોતાની એક્ટિંગથી લોકોના દિલ જીતી લીધા છે. ફરહાન અખ્તર તેના શાનદાર ફિલ્મ નિર્દેશન માટે પણ જાણીતો છે. તમને જણાવી દઈએ કે, ફરહાન અખ્તર જાવેદ અખ્તરનો પુત્ર છે.

1 / 11
બોલિવૂડ અભિનેતા ફરહાન અખ્તરને ચાહકો તેમના અભિનય, દિગ્દર્શન, ગીતો અને લેખન માટે ખૂબ પસંદ કરે છે. તેમના જન્મદિવસ પર આજે તમને તેમના પરિવાર વિશે વાત કરીશું

2 / 11
અભિનેતા બોલિવૂડના પ્રખ્યાત લેખક અને ગીતકાર જાવેદ અખ્તર અને હની ઈરાનીનો પુત્ર છે. તમને જણાવી દઈએ કે માત્ર 17 વર્ષની ઉંમરે ફરહાન અખ્તરે આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. અભિનેતાએ 1991 માં સહાયક નિર્દેશક તરીકે બોલિવૂડમાં તેની કારકિર્દીની શરૂઆત કરી હતી.

3 / 11
ફરહાન અખ્તરે 'મૂવી દિલ ચાહતા હૈ' દ્વારા બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવી અને તેની પ્રથમ ફિલ્મથી જ પ્રખ્યાત નિર્દેશકોની યાદીમાં સામેલ થઈ ગયો હતો.ભાગ મિલ્ખા ભાગ માટે માત્ર 11 રૂપિયા લીધા હતા.

4 / 11
જેમ કે બધા જાણે છે કે ફરહાન અખ્તર મલ્ટીટેલેન્ટેડ અભિનેતા છે. તે અભિનેતા હોવા ઉપરાંત એક સારો સિંગર પણ છે. અભિનેતાએ તેની અભિનય કારકિર્દી 2008માં આવેલી ફિલ્મ રોક ઓનથી શરૂ કરી હતી. અભિનેતાએ આ ફિલ્મમાં ગીતો પણ ગાયા છે.

5 / 11
ફરહાન અખ્તરને આ ફિલ્મ માટે ઘણા એવોર્ડ પણ મળ્યા હતા. લોકોએ તેની એક્ટિંગ અને ગીતોની પ્રશંસા કરી હતી. આ પછી તેણે લક બાય ચાન્સ, જિંદગી ના મિલેગી દોબારા, ભાગ મિલ્ખા ભાગ, સ્કાય ઇઝ પિંક અને કાર્તિક કૉલિંગ કાર્તિક જેવી ઘણી ફિલ્મો કરી છે.

6 / 11
ફરહાન અખ્તરનો જન્મ મુંબઈમાં થયો હતો, જે પટકથા લેખક જાવેદ અખ્તર અને હની ઈરાનીનું બીજું સંતાન છે. તેની એક મોટી બહેન છે, લેખક-દિગ્દર્શક ઝોયા અખ્તર. જ્યારે તેના માતાપિતાએ છૂટાછેડા લીધા ત્યારે તે ખૂબ જ નાનો હતો, તેમના પિતાએ 1984માં અભિનેત્રી શબાના આઝમી સાથે લગ્ન કર્યા હતા.

7 / 11
લોકપ્રિય અભિનેતા દિગ્દર્શક ફરહાન અખ્તર 9 જાન્યુઆરીએ પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. ફરહાન અખ્તર પોતાની પર્સનલ લાઈફને લઈને ખુબ ચર્ચામાં રહે છે. તેણે 2000  હેરસ્ટાઈલિસ્ટ અધુના ભાબાની સાથે લગ્ન કર્યા હતા.ફરહાને 2022માં શિબાની દાંડેકર સાથે બીજી વખત લગ્ન કર્યા હતા.

8 / 11
ફરહાનને પહેલા લગ્નથી બે દીકરીઓ છે. આ પછી ફરહાને શિબાની દાંડેકરને ડેટ કરી અને 2022માં લગ્ન કર્યા હતા.શિબાની અને ફરહાન ખુશ છે અને પોતાનું લગ્નજીવન ખુશીથી જીવી રહ્યા છે.

9 / 11
અભિનેતાએ તેના કામ માટે ઘણા પુરસ્કારો પણ જીત્યા છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફરહાન અંદાજે 148 કરોડ રૂપિયાની પ્રોપર્ટીનો માલિક છે.એક ફિલ્મ માટે અંદાજે 3 થી 4 કરોડ રૂપિયા ફી લે છે.

10 / 11
ફરહાન અખ્તરે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એનિમેટેડ ફિલ્મ Ramayana: The Legend of Prince Ramaનું પોસ્ટર શેર કર્યું અને નવી રિલીઝ ડેટ જાહેર કરી. હવે આ ફિલ્મ 24 જાન્યુઆરી 2025ના રોજ રીલિઝ થશે

11 / 11

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">