જસપ્રીત બુમરાહ 6 મહિના માટે ટીમ ઈન્ડિયાની બહાર થઈ શકે છે, ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમવા પર લટકતી તલવાર
ચેમ્પિયન્સ ટ્રોફી માટેની ટીમની જાહેરાત 12 જાન્યુઆરી સુધીમાં થવાની છે. પરંતુ, મોટો સવાલ એ છે કે શું તેમાં જસપ્રીત બુમરાહનું નામ હશે? શું જસપ્રીત બુમરાહ ચેમ્પિયન્સ ટ્રોફી રમશે? આ પ્રશ્ન હવે વધુ ઘેરો બન્યો છે કારણ કે તેની ઈજા અંગેની સ્થિતિ હજુ સ્પષ્ટ નથી. ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેનું રમવું કે ન રમવું તે તેની ઈજાની સ્થિતિ પર નિર્ભર કરશે. ઈજાના કારણે તે 6 મહિના સુધી ક્રિકેટથી દૂર રહે તેવી શક્યતા છે. ટીમ ઈન્ડિયા માટે આ મોટો ઝટકો છે.
Most Read Stories