ધોની, વિરાટ, રોહિત સહિત આ સ્ટાર ખેલાડીઓ IPL 2025માં મોટા રેકોર્ડ તોડશે
IPL 2025માં મોટા રેકોર્ડ તૂટી શકે છે. દિગ્ગજ ખેલાડીઓ આ સિઝનમાં નવા માઈલસ્ટોન હાંસલ કરી શકે છે. જેમાં વિરાટ કોહલી, રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા નામો સામેલ છે. જાણો કોણ કયા રેકોર્ડ તોડશે?

વિરાટ કોહલી પાસે IPLમાં 8500 રન પૂરા કરવાની તક છે સાથે જ તે 10 T20 સદી ફટકારનાર પ્રથમ ભારતીય પણ બની શકે છે.

રોહિત શર્મા IPLમાં 7000 રન પૂરા કરવાની નજીક છે. હાલમાં તેના 6628 રન છે. આ સિવાય 300 છગ્ગા ફટકારવાથી તેને માત્ર 20 છગ્ગા ખૂટે છે.

મહેન્દ્ર સિંહ ધોની IPLમાં અડધી સદી ફટકારનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી બની શકે છે. ઉપરાંત, વિકેટકીપર તરીકે 200 કેચ પકડવાનો માઈલસ્ટોન પણ ધોની માટે આ સિઝનમાં હનસલ કરી શકે છે.

જો જસપ્રીત બુમરાહ એક મેચમાં પાંચ વિકેટ લે છે, તો તે IPLમાં સૌથી વધુ વાર પાંચ વિકેટ લેનાર બોલર બની જશે.

જો શ્રેયસ અય્યર ફરીથી IPL જીતે છે, તો તે ધોની અને રોહિત પછી સતત બે IPL જીતનાર કેપ્ટન બનશે. શ્રેયસ અય્યર 4000 IPL રનની પણ નજીક છે.

રવીન્દ્ર જાડેજા CSKના સૌથી સફળ બોલર બનવાથી માત્ર 13 વિકેટ દૂર છે. તે IPLમાં 3000 IPL રનની પણ નજીક છે.

સુનીલ નારાયણ IPL 2025માં મોટો માઈલસ્ટોન હાંસલ કરવાથી માત્ર 20 વિકેટ દૂર છે. 20 વિકેટ લેતા જ સુનીલ નારાયણ IPL 2025માં 200 વિકેટ લેનાર પ્રથમ વિદેશી બોલર બની જશે. (All Photo Credit : PTI / GETTY)
IPL 2025ની શરૂઆત 22 માર્ચથી RCB અને KKR વચ્ચેની મેચથી થશે. ધોની, વિરાટ, રોહિત સહિત સ્ટાર ખેલાડીઓ IPL 2025માં ધમાલ મચાવશે. આઈપીએલ (IPL) સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા કરો ક્લિક
