શ્રેયસ ઐયર

શ્રેયસ ઐયર

શ્રેયસ ઐયર ભારતીય ક્રિકેટ ટીમનો તોફાની ટોપ ઓર્ડર બેટ્સમેન છે. શ્રેયસ ત્યારે ચર્ચામાં આવ્યો હતો જ્યારે આઇપીએલ 2015ના ઓક્શનમાં તેને રૂ 2.6 કરોડમાં દિલ્હીની ટીમએ ખરીદ્યો હતો. તે સીઝનમાં તેણે 439 રન કર્યા હતા અને તેને ‘આઇપીએલ ઇમરજીંગ પ્લેયર ઓફ ધ યર’નો એવોર્ડ આપવમાં આવ્યો હતો.

તેણે ડોમેસ્ટિક ક્રિકેટમાં મુંબઇ માટે ડેૂબ્યૂ કર્યુ હતુ. મુંબઇના 41મા રણજી ટ્રાફી ટાઇટલમાં તેણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, તેણે 1321 રન કર્યા હતા અને ફાઇનલમાં સદી ફટકારી હતી. 2017માં ભારત માટે તેણે ટી-20 ફોર્મેટમાં ન્યૂઝીલેન્ડ સામે અને વન ડે ફોર્મેટમાં શ્રીલંકા સામે ડેબ્યૂ કર્યુ હતુ.

2021માં ડેબ્યૂ ટેસ્ટમાં સદી કરનાર તે 16મો ભારતીય ક્રિકેટર બન્યો હતો. ડેબ્યૂ ટેસ્ટમાં તેણે ન્યૂઝીલેન્ડ સામે સદી અને ફિફટી ફટકારી હતી.

Read More

IPL 2025 : પંજાબ કિંગ્સે નવા કેપ્ટનની જાહેરાત કરી, આ ખેલાડીને સોંપવામાં આવી જવાબદારી

આઈપીએલ 2025 પહેલા પંજાબ કિંગ્સે પોતાના નવા કેપ્ટનની જાહેરાત કરી છે. શ્રેયસ અય્યરને પંજાબ કિંગ્સની કમાન સોંપવામાં આવી છે. ગત્ત સીઝનમાં પંજાબ કિંગ્સનો કેપ્ટન શિખર ધવન હતો. હવે તે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ ચૂક્યો છે.

આ 6 સ્ટાર ખેલાડીઓને ટીમ ઈન્ડિયામાં ન મળ્યું સ્થાન, T20 ચેમ્પિયન કેપ્ટનની પણ અવગણના

ઈંગ્લેન્ડ સામેની 5 મેચની T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની વાપસી કરી છે. જો કે કેટલાક એવા ખેલાડીઓ છે જેમણે તાજેતરના સમયમાં શાનદાર પ્રદર્શન કર્યું છે પરંતુ તેમ છતાં તેમને ટીમમાં સ્થાન મળ્યું નથી.

‘Sorry Shreyas’… પ્રીટિ ઝિન્ટાએ શ્રેયસ અય્યરને પોતાની ટીમમાં લીધા બાદ કહ્યું સોરી, આ હતું કારણ, જુઓ Video

પંજાબ કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને ચેમ્પિયન બનાવનાર સુકાની શ્રેયસ અય્યરને ખરીદવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો હતો અને અંતે તેને 26.75 કરોડની આશ્ચર્યજનક બોલી લગાવીને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. પંજાબ ટૂંક સમયમાં તેની કેપ્ટન તરીકે નિમણૂકની જાહેરાત કરી શકે છે.

Shreyas Iyer, IPL Auction 2025: શ્રેયસ અય્યર પર થયો પૈસાનો વરસાદ, જાણો કેટલા મળ્યા રૂપિયા

ગત સિઝનના IPL ચેમ્પિયન કેપ્ટન શ્રેયસ અય્યરને તેની નવી ટીમ મળી છે. શ્રેયસ અય્યરે મેગા ઓક્શન માટે તેની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા રાખી હતી. પરંતુ હવે તે IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે.

IPL Retention : ચેમ્પિયન KKR આન્દ્રે રસેલને રિટેન નહીં કરે ! આ 4 ખેલાડીઓ પર દાવ લગાવશે

IPL 2025 મેગા ઓક્શન પહેલા 31 ઓક્ટોબર સુધી તમામ 10 ટીમોએ રિટેન્શન પ્લેયર્સની લિસ્ટ જાહેર કરવાની છે. આવી સ્થિતિમાં, દરેક ફ્રેન્ચાઈઝી હાલમાં તેમના સ્ટાર ખેલાડીઓ સાથે અલગ-અલગ રીતે વ્યવહાર કરવાનો પ્રયાસ કરી રહી છે કે કોને રિટેન કરવા જોઈએ અને કોને રિલીઝ કરવા જોઈએ? રિટેન્શન મામલે કોલકાતા નાઈટ રાઈડર્સ આશ્ચર્યજનક નિર્ણય લઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. પહેલા કેપ્ટન શ્રેયસ અય્યર અને હવે સ્ટાર ઓલરાઉન્ડર આન્દ્રે રસેલને KKR રિટેન નહીં કરે તેવી ચર્ચા હાલ માર્કેટમાં હેડલાઈન બનાવી રહી છે.

IPL 2025 : રોહિત બાદ હવે આ ચેમ્પિયન કેપ્ટન પણ ગુમાવશે કપ્તાની ! IPL 2025 પહેલા મોટું અપડેટ

IPL 2025 પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમના વર્તુળમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમ આગામી સિઝન પહેલા પોતાના કેપ્ટન બદલી શકે છે. KKR ટીમે શ્રેયસ અય્યરની કપ્તાનીમાં ગત સિઝનમાં ટ્રોફી જીતી હતી.

શ્રેયસ અય્યરના કરિયર માટે રાહતના સમાચાર, 11 મહિનાની રાહ પૂરી થઈ

રણજી ટ્રોફી હાલમાં ભારતીય સ્થાનિક ક્રિકેટમાં રમાઈ રહી છે. શ્રેયસ અય્યર આ ટૂર્નામેન્ટના બીજા પ્રવાસમાં સદી ફટકારવામાં સફળ રહ્યો હતો. તેણે લગભગ 11 મહિના પછી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સદી રમી. તેણે મુંબઈ અને મહારાષ્ટ્રની ટીમો વચ્ચે રમાઈ રહેલી મેચમાં આ સિદ્ધિ મેળવી હતી.

Ranji Trophy: રહાણે-શ્રેયસ અય્યર પણ મુંબઈને હારથી બચાવી શક્યા નહીં, અર્જુન તેંડુલકરની ટીમે કર્યો કમાલ

રણજી ટ્રોફી 2024-25ની શરૂઆત મોટા અપસેટ સાથે થઈ છે. બરોડાએ રણજી ટ્રોફીના ઈતિહાસમાં સૌથી સફળ ટીમ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈને હરાવ્યું. તમિલનાડુએ સૌરાષ્ટ્રને એકતરફી પરાજય આપ્યો હતો.

IND vs NZ: ટીમ ઈન્ડિયાની જાહેરાત પહેલા જ કપાઈ ગયું આ ખેલાડીનું પત્તું, સરફરાઝનું સ્થાન નિશ્ચિત!

ટીમ ઈન્ડિયા 16 ઓક્ટોબરથી ન્યુઝીલેન્ડ સામે 3 મેચની ટેસ્ટ સિરીઝ રમવાની છે. આ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થવાની બાકી છે. આ દરમિયાન માનવામાં આવી રહ્યું છે કે આ સિરીઝમાં પણ એક ખેલાડીને તક નહીં મળે. આ ખેલાડી આ વર્ષની શરૂઆતથી જ ભારતીય ટેસ્ટ ટીમની બહાર છે.

Irani Cup : શ્રેયસ અય્યર ફરી ખરાબ રીતે નિષ્ફળ ગયો, ટીમ ઈન્ડિયામાં કમબેક વધુ મુશ્કેલ બન્યુ

શ્રેયસ અય્યરને આ વર્ષની શરૂઆતમાં ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી દરમિયાન ટીમ ઈન્ડિયામાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને ગયા મહિને બાંગ્લાદેશ સામેની શ્રેણીમાં તક મળી ન હતી. ટીમમાં વાપસી કરવી પહેલાથી જ મુશ્કેલ દેખાઈ રહી છે પરંતુ તે દુલીપ ટ્રોફી અને ઈરાની કપમાં પોતાના પ્રદર્શનથી કોઈ કમાલ કરી શક્યો નથી.

શ્રેયસ અય્યરે મુંબઈમાં 2.90 કરોડ રૂપિયાનું આલિશાન ઘર ખરીદ્યું, જુઓ ફોટો

ભારતીય ક્રિકેટર શ્રેયસ અય્યરે મુંબઈમાં ફરી એક વખત કરોડો રુપિયાની પ્રોપર્ટી ખરીદી છે. તો ચાલો જાણીએ ક્રિકેટરે આ મકાન માટે કેટલો ચાર્જ ચૂકવ્યો છે. તેના વિશે જાણીએ.

શ્રેયસ અય્યરે ન સ્વીકારી હાર, ટીમ ઈન્ડિયામાં વાપસી કરવા હવે આ ટૂર્નામેન્ટમાં ભાગ લેશે

શ્રેયસ અય્યર દુલીપ ટ્રોફી 2024માં કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો ન હતો, જેના કારણે તે ભારતીય ટેસ્ટ ટીમમાં પાછો ફર્યો ન હતો. આવી સ્થિતિમાં હવે તેણે મોટો નિર્ણય લીધો છે. તે ટૂંક સમયમાં બીજી ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં રમતા જોવા મળશે.

શ્રેયસ અય્યર પોતે જ ટીમ ઈન્ડિયામાં તેની વાપસીના દરવાજા બંધ કરી રહ્યો છે, ફરી કરી આ મોટી ભૂલ

શ્રેયસ અય્યર ફરી એકવાર દુલીપ ટ્રોફી 2024-25માં મોટી ઈનિંગ્સ રમી શક્યો ન હતો. ઈન્ડિયા B વિરુદ્ધ રમાઈ રહેલી મેચમાં ઈન્ડિયા Dના કેપ્ટન શ્રેયસ અય્યરે સારી શરૂઆત હોવા છતાં પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. આ મેચની પ્રથમ ઈનિંગમાં તે 0 રને આઉટ થયો હતો. એવામાં હવે નજીકના સમયમાં તેનું ટીમ ઈન્ડિયામાં કમબેક મુશ્કેલ લાગી રહ્યું છે.

સૂર્યકુમાર યાદવ થયો ઘાયલ, બેટિંગ પણ કરી શક્યો નહીં, મુંબઈની કારમી હાર

બુચી બાબુ ટૂર્નામેન્ટમાં TNCA 11 સામે મુંબઈનો પરાજય થયો હતો. મુંબઈની ટીમ પાસે સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, સરફરાઝ ખાન જેવા બેટ્સમેન હતા, છતાં તેઓ પોતાની હાર ટાળી શક્યા નહીં. મુંબઈને 286 રનથી કારમી હારનો સામનો કરવા પડ્યો હતો. આ મેચમાં સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ ઘાયલ થયો હતો અને મેચમાં બેટિંગ પણ ન કરી શક્યો.

સૂર્યકુમાર યાદવ-શ્રેયસ અય્યર સસ્તામાં આઉટ, હવે ટીમ ઈન્ડિયામાં કમબેક કરવું મુશ્કેલ!

બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવવા માટે જોરદાર સ્પર્ધા છે. આવી સ્થિતિમાં, કેટલાક ખેલાડીઓ પોતાનો દાવો રજૂ કરવા માટે બૂચી બાબુ ટૂર્નામેન્ટમાં રમી રહ્યા છે. શ્રેયસ અય્યર અને સૂર્યકુમાર યાદવ આ ટૂર્નામેન્ટમાં તેમની પહેલી જ ઈનિંગમાં ખરાબ રીતે નિષ્ફળ રહ્યા હતા. જે બાદ તેમનું ટેસ્ટ ટીમમાં કમબેક મુશ્કેલ લાગી રહ્યું છે.

g clip-path="url(#clip0_868_265)">