કેશવ મહારાજ જ્યારે પણ બેટિંગ માટે આવે છે અથવા બોલિંગ સમય વિકેટ લે છે ત્યારે સ્ટેડિયમમાં રામ સિયા રામની ધૂન વાગે છે. આ દ્રશ્ય સાઉથ આફ્રીકા અને ભારત વચ્ચેની મેચ દરમિયાન પર જોવા મળ્યા હતા.
સાઉથ આફ્રીકા સામેની ટેસ્ટ સીરિઝ દરમિયાન પણ આવા જ દ્રશ્યો જોવા મળ્યા હતા. ત્યારે ભારતીય દિગ્ગજ ખેલાડી કેશવ મહારાજે બે હાથ જોડી અને ધનુષથી તીર ચલાવવાની એક્શન કરીને તેમનું સ્વાગત કર્યું હતુ. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો હતો.
જ્યારે કેશવ મહારાજને રામ સિયા રામ ગીત સાથે તેમના કનેક્શન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે શાનદાર જવાબ આપ્યો હતો.
આ મારુ સ્ટ્રોંગ એન્ટ્રી સોન્ગ છે. હું ભગવાન રામ અને શ્રી હનુમાનનો ભક્ત છું. હું માનું છું કે આ સોન્ગ મારા પર ફિટ થાય છે.
ઘણીવાર હું આગળ આવીને આ ગીત વગાડવા માટે જણાવું છું. મારા ભગવાન જ મારા સૌથી મોટા આર્શીવાદ છે. તે મને રાહ બતાવે છે અને તક પણ આપે છે. ધર્મ અને સંસ્કૃતિનું સમ્માન કરવું ખુબ મહત્વપૂર્ણ છે.