10 વર્ષની ઉંમરે ઘર છોડ્યું, એક સમયના ભોજન માટે અમ્પાયરિંગ કરી, હવે IPLમાં મચાવી રહ્યો છે ‘કહેર’
ગુરુવારે મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચમાં સૂર્યકુમાર યાદવની દમદાર બેટિંગ અને બુમરાહની ધારદાર બોલિંગની દમ પર મુંબઈએ પંજાબને 9 રને હરાવ્યું. આ મેચમાં પ્લેયર ઓફ ધ મેચ ભલે બુમરાહ રહ્યો હોય, પંરતુ મેચ બાદ સૌથી વધુ ચર્ચા મધ્યપ્રદેશના એક યુવા બેટ્સમેનની થઈ હતી, જેણે કમાલ-ધમાલ બેટિંગ કરી લગભગ મુંબઈના હાથમાંથી જીત લગભગ છીનવી જ લીધી હતી. આ ખેલાડીએ તેની પહેલી IPL સિઝનની પ્રથમ 4 મેચમાં જ એવી ધુંઆધાર બેટિંગ કરી છે કે બધાનું ધ્યાન હવે તેના પર થઈ ગયું છે. ગુરુવારે મુંબઈ સામે તે પંજાબને જીત તો ન અપાવી શક્યો, પરંતુ તેણે તેની લડાયક ઈનિંગથી બધાના દિલ જીત્યા હતા. આ ખેલાડી છે 'આશુતોષ શર્મા'.
Most Read Stories