એલચી એ ભારતીય રસોઈનો એક મહત્વપૂર્ણ મસાલો છે જે માત્ર સ્વાદ વધારવા માટે જ નહીં, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.

09 Jan 2025

રાત્રે સૂતા પહેલા 2 એલચી ચાવવાથી શરીર માટે અનેક ચમત્કારિક લાભ પ્રાપ્ત થાય છે.

રાત્રે સૂતા પહેલા એલચીનું સેવન કરવાથી પાચનતંત્ર મજબૂત બને છે. એલચીમાં રહેલા પ્રાકૃતિક તત્વો પેટમાં ગેસ, એસિડિટી અને અપચો જેવી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે.

જો તમે રાત્રે સારી રીતે ઊંઘી શકતા નથી અથવા વારંવાર ઊંઘમાં ખલેલ અનુભવતા હો તો એલચી તમને મદદ કરી શકે છે. એલચીમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે, જે માનસિક તણાવ ઘટાડે છે અને મનને શાંત રાખે છે

એલચીમાં એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિફંગલ ગુણ હોય છે, જે શરીરને ચેપથી બચાવવામાં મદદ કરે છે. તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને શરદી અને ઉધરસ જેવી સમસ્યાઓથી રાહત આપે છે.

એલચી મેટાબોલિઝમ વધારવામાં મદદ કરે છે. તેને રાત્રે ચાવવાથી શરીરમાં ચરબી ઝડપથી બર્ન થાય છે, જેનાથી વજન નિયંત્રણમાં રહે છે.

એલચીમાં રહેલા પોષક તત્વો હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં અને હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

એલચીનું નિયમિત  સેવન હૃદયના સ્વાસ્થ્યને મજબૂત બનાવે છે અને બ્લડ પ્રેશર નિયંત્રિત કરે છે.

કબજિયાત, એસિડિટી અથવા અપચો જેવી પેટ સંબંધિત તમામ સમસ્યાઓને દૂર કરવામાં પણ એલચી ઘણી મદદ કરે છે. રાત્રે સૂતા પહેલા એલચીનું સેવન કરવાથી પાચન સંબંધી તમામ સમસ્યાઓથી રાહત મળે છે અને પાચનતંત્ર મજબૂત બને છે.

એલચી ગરમ સ્વભાવ ધરાવે છે, તેથી તે અસ્થમાના દર્દીઓ માટે પણ ફાયદાકારક સાબિત થાય છે. ( નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી જરૂરી છે. )

All Image Credits: Getty Images