ગુજરાતી ગાયક કલાકારો વચ્ચે વકર્યો વિવાદ, હવે સાગર પટેલ અને કાજલ મહેરિયા એ એકબીજા સામે કર્યા આક્ષેપ-પ્રતિઆક્ષેપ- Video
ગુજરાતી ગાયક કલાકારો વચ્ચે રોજ નવા વિવાદ જન્મી રહ્યા છે. હજુ બ્રિજરાજ ગઢવી અને દેવાયત ખવડનો ઝઘડો પત્યો નથી ત્યાં સાગર પટેલ અને કાજલ મહેરિયા વચ્ચે નવા વિવાદ સામે આવ્યો છે. જેમા સાગર પટેલે દ્વારકાના કાર્યક્રમ દરમિયાન કાજલબેને અપશબ્દો કહ્યા હોવાનો આરોપ લગાવ્યો.
લાગી રહ્યું છે ગુજરાતી ગાયક કલાકારો ગાયકી છોડીને વિવાદનાં સૂર લગાવી રહ્યા છે. દેવાયત ખવડ અને બ્રિજરાજદાન ગઢવી વચ્ચેનો વિવાદ હજૂ શમ્યો નથી ત્યાં ગાયક સાગર પટેલ અને ગાયિકા કાજલ મહેરિયા વચ્ચે આક્ષેપ પ્રતિઆક્ષેપનો દૌર શરૂ થયો છે. ગાયિકા કાજલ મહેરિયા કાર્યક્રમ દરમિયાન ઉમિયા માતાજી અને સમાજ વિશે અપશબ્દો બોલ્યાનો સાગર પટેલનો આરોપ છે. સાગર પટેલે પાટીદાર સમાજને ગાયિકા કાજલ મહેરિયાનાં કાર્યક્રમો ન યોજવા અપીલ કરી હતી. જો કે ગાયિકા કાજલ મહેરિયાએ સાગર પટેલનાં તમામ આરોપો ફગાવ્યા છે. ગાયિકાએ ઊંઝા ઉમિયા મંદિરે જઇ પાટીદાર આગેવાનો સામે આ મામલે સ્પષ્ટતા આપવાની તૈયારી દર્શાવી છે.
સમગ્ર વિવાદ શરૂ ક્યાંથી થયો તેના વિશે વાત કરીએ તો સૌપ્રથમ ગાયક કલાકાર સાગર પટેલે સોશિયલ મીડિયા પર એક વીડિયો મૂકીને ગાયિકા કાજલ મહેરિયા પર આક્ષેપ કર્યો હતો. કાર્યક્રમમાં મંચ પર ગાયિકાએ કાનમાં આવીને તેમને અને ઉમિયા માતાને લઇને અભદ્ર શબ્દો બોલાયાનો દાવો સાગર પટેલે કર્યો હતો. આ વીડિયોમાં સાગર પટેલે પાટીદાર સમાજને કાજલ મહેરિયાના કાર્યક્રમો ન યોજવા અપીલ કરી હતી.
દ્વારકામાં યોજાયેલા કાર્યક્રમમાં વિવાદ સર્જાયો હતો. આ કાર્યક્રમમાં કાજલ મહેરિયા અને સાગર પટેલ બંને હાજર હતા. આ કાર્યક્રમ દરમિયાન અચાનક જ કાજલ બેને આવી અપશબ્દો કહ્યા હોવાનો સાગર પટેલે આરોપ લગાવ્યો. વધુમાં સાગરે કહ્યુ મે વારંવાર પૂછ્યુ આવુ કેમ બોલો છે. કાજલ મહેરિયા માતાજી વિશે. સમાજ વિશે બોલ્યા જે અયોગ્ય હોવાનો સાગર પટેલે આરોપ લગાવ્યો છે. જો કે હાલ તો કાજલ મહેરિયાએ પણ સાગર પટેલના તમામ આરોપોને ફગાવ્યા છે.