ભાણવડના પાછતરડી ગામના ખેડૂતો 9 દિવસથી ઉપવાસ આંદોલન પર, DCC કંપનીની દાદાગીરી સામે ઉગ્ર વિરોધ- Video
દ્વારકા જિલ્લાના ભાણવડના પાછતરડી ગામના માલધારી સમાજના ખેડૂતો DCC કંપનીની દાદાગીરી સામે છેલ્લા 9 દિવસથી ઉપવાસ આંદોલન કરી રહ્યા છે. આ આંદોલનમાં હવે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયા પણ જોડાયા છે.
દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકાના પાછતરડી ગામે માલધારી સમાજના ખેડૂતો છેલ્લા 9 દિવસથી ઉપવાસ આંદોલન પર બેઠા છે.. વિરોધ છે DCC કંપનીની દાદાગીરીનો.. વર્ષ 1971માં સરકાર દ્વારા ખેડૂતોને ભૂદાનની જગ્યાઓ આપવામાં આવી છે.. જે જગ્યા પર ખેડૂતો વર્ષોથી ખેતી કરી રહ્યાં છે. પરંતુ કંપનીએ લીઝ પાસ કરાવતા ખોટો નકશો બનાવી ખેડૂતોની જગ્યા કંપનીમાં આવવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સાથે જ કંપનીએ બળજબરીથી જમીન પોતાની કરવા ખેડૂત પર લેન્ડગેબ્રિંગનો કેસ કરવામાં આવ્યો છે. જેનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે.
કિસાન કોંગ્રેસના અધ્યક્ષ પાલ આંબલીયા પણ ખેડૂતો સાથે વિરોધમાં જોડાયા છે. ગામની પ્રાથમિક શાળા પણ કંપનીની માલિકીનો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે કંપનીના નકશા અંગે યોગ્ય તપાસની માગ ઉઠી છે અને કંપની સામે કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.