ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી 5 મેચની ટેસ્ટ સીરિઝની પહેલી મેચમાં ટીમ ઈન્ડિયાને 295 રનથી જીત મળી છે. ટીમ ઈન્ડિયા આ સીરિઝમાં હજુ 1-0થી આગળ ચાલી રહી છે. સીરિઝની બીજી મેચ એડિલેડ ઓવલમાં રમાશે. આ માટે ટીમ ઈન્ડિયા એડિલેડ પહોંચી ચૂકી છે.
બંન્ને ટીમ આ ટેસ્ટ મેચ પિંક બોલથી રમશે. એટલે કે, એક ડે-નાઈટ મેચ રમશે. આ મેચ ભારતીય ટીમ માટે ખુબ મહત્વની છે. ત્યારે ટીમ ઈન્ડિયા માટે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. ભારતીય ટીમનો આ સ્ટાર ખેલાડી આ મેચમાં રમી શકશે નહિ,
તમને જણાવી દઈએ કે, શુભમન ગિલને પર્થ ટેસ્ટ મેચની પ્રેક્ટિસ મેચ દરમિયાન ઈજા થઈ હતી. આ ઈજા તેના હાથની આંગળીમાં થઈ હતી. સુત્રો મુજબ શુભમન ગિલ બીજી ટેસ્ટ મેચ ન રમે તેના પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ 6 ડિસેમ્બર થી 10 ડિસેમ્બરના રોજ એડિલેડમાં રમાશે. આ મેચ પિંક બોલથી રમાશે. સુત્રો મુજબ ડોક્ટરે શુભમન ગિલને 10 થી 14 દિવસ સુધી આરામ કરવાની સલાહ આપી છે.
સુત્રો મુજબ પહેલા તેની આંગળીની રિકવરી જોવી પડશે. જો તે સ્વસ્થ છે તો તે ટેસ્ટ મેચ રમતા પહેલા પ્રેક્ટિસની જરુર પડશે.