શુભમન ગિલ
ભારતીય ક્રિકેટ ટીમના ટોપ ઓર્ડર બેટ્સમેન શુભમન ગિલનું ડેબ્યૂ વર્ષ 2019 માં વનડે ક્રિકેટ ટીમમાં થયુ હતું. તે બાદ તેણે વર્ષ 2020 માં ટેસ્ટ અને વર્ષ 2023માં ટી-20 ફોર્મેટમાં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું.
શુભમન ગિલે ટેસ્ટ ક્રિકેટમાં નવેમ્બર 2023 સુધીમાં 18 મેચમાં 32 ની એવરેજ સાથે 966 રન કર્યા છે, જેમાં 2 સદી અને 4 ફિફટીનો સમાવેશ થાય છે. વનડેમાં શુભમને નવેમ્બર 2023 સુધીમાં 41 મેચમાં 2136 રન કર્યા છે. તેની બેટીંગ એવરેજ 61ની રહી છે જ્યારે 6 સદી અને 11 ફિફટી તેણે ફટકારી છે.
વનડેમાં તેણે ન્યૂઝીલેન્ડ સામે તેનો હાઇએસ્ટ સ્કોર 208 હાંસલ કર્યો હતો. ટી-20 ક્રિકેટની જો વાત કરીએ તો તેણે નવેમ્બર 2023 સુધીમાં 11 મેચમાં 30 ની એવરેજ સાથે 304 રન કર્યા છે, જેમાં 1 સદી અને એક ફિફટી સામેલ છે. આઇપીએલમાં શુભમન ગિલ કોલકત્તા અને ગુજરાત માટે રમ્યો છે.
વનડે ક્રિકેટમાં સૌથી ઝડપી 38 ઇનિંગમાં 2000 રન કરવાનો રેકોર્ડ શુભમનના નામે છે.