કાકા ભત્રીજા સાથે ઓપનિંગ કરવા આવ્યા અને પછી થઈ મોટી ‘ગેમ’, જોવા મળ્યો મજેદાર નજારો

અબુ ધાબીમાં આયર્લેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ રહી છે, જ્યાં અફઘાનિસ્તાનની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું છે. આ મેચમાં અફઘાનિસ્તાનના કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ કાકા-ભત્રીજાની જોડીને ઓપનિંગ માટે મોકલી હતી પરંતુ આ જોડી નિષ્ફળ સાબિત થઈ હતી.

| Updated on: Feb 28, 2024 | 5:56 PM
અબુધાબીમાં આયર્લેન્ડ સામે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટમાં અફઘાનિસ્તાનની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. આ મેચમાં એક ખાસ વાત જોવા મળી હતી. અફઘાનિસ્તાને કાકા-ભત્રીજાની જોડીને ઓપનિંગમાં ઉતારી હતી.

1 / 5
ઈબ્રાહિમ ઝદરાન અને નૂર અલી ઝદરાન કાકા અને ભત્રીજા છે. તાજેતરમાં જ તે બંને ચર્ચામાં આવ્યા જ્યારે ઇબ્રાહિમ ઝદરાને તેની T20 કેપ્ટનશીપ હેઠળ કાકા નૂર અલીને ડેબ્યૂ કેપ આપી. હવે આ બંને કાકા-ભત્રીજા ટેસ્ટ મેચ રમવા મેદાનમાં આવ્યા છે.

2 / 5
જોકે અબુધાબી ટેસ્ટમાં કાકા-ભત્રીજાની જોડી ફ્લોપ રહી હતી. આ જોડી સાતમી ઓવરમાં જ તૂટી ગઈ હતી. વાસ્તવમાં નૂર અલી ઝદરાન સાતમી ઓવરના ત્રીજા બોલ પર માર્ક અડાયરનો શિકાર બન્યો હતો. નૂર ઝદરાને બલબિર્નીને કેચ આપ્યો હતો.

3 / 5
નૂર ઝદરાન 27 બોલમાં માત્ર 7 રન જ બનાવી શક્યો હતો. આ જ ઓવરમાં અફઘાનિસ્તાનને બીજો ફટકો પડ્યો હતો. રહમત શાહ પોતાનું ખાતું પણ ખોલી શક્યો ન હતો અને તે 3 બોલ રમીને બોલ્ડ થયો હતો.

4 / 5
નૂર અલી ઝદરાન ભલે પ્રથમ દાવમાં નિષ્ફળ ગયો હોય, પરંતુ આ ખેલાડીનો ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ઉત્તમ રેકોર્ડ છે. નૂર અલીએ 19 મેચમાં 42થી વધુની એવરેજથી 1480 રન બનાવ્યા છે. તેણે પોતાના બેટથી 4 સદી અને 8 અડધી સદી ફટકારી છે. તેની ડેબ્યૂ ટેસ્ટમાં પણ નૂર અલી ઝદરાને કુલ 78 રન બનાવ્યા હતા. અપેક્ષા રાખવામાં આવે છે કે તે બીજી ટેસ્ટમાં સારું પ્રદર્શન કરશે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">