Breaking News: ગુજરાતમાં સસ્તુ થયુ દૂધ, અમૂલે દૂધના ભાવ વધાર્યા નહીં, ઘટાડ્યા, આટલા રૂપિયાનો કર્યો ઘટાડો
અમૂલે ગુજરાતની પ્રજાને આનંદના સમાચાર આપ્યા છે. અમૂલે દૂધની જૂદી જૂદી ત્રણ પ્રોડક્ટ્સના ભાવમાં ઘટાડો કર્યો છે. અમૂલ દૂધવા 1 લીટરના પાઉચના ભાવમાં એક રૂપિયાનો ઘટાડો કર્યો છે.
અમૂલે ગુજરાતના લોકો માટે ખુશખબર આપી છે. અમૂલ ગોલ્ડ, તાજા અને ટી સ્પેશિયલ દૂધના ભાવમાં એક રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઘટાડાથી ગ્રાહકોને રાહત મળશે. પહેલાં 66 રૂપિયા હતો તે અમૂલ ગોલ્ડ હવે 65 રૂપિયામાં મળશે. આ ઉપરાંત અન્ય બે પ્રોડક્ટ્સના ભાવમાં પણ એક રૂપિયાનો ઘટાડો થયો છે. અમૂલ ફેડરેશનના MD એ આ અંગે જાહેરાત કરી છે.
અમૂલે દૂધની જૂદી જૂદી ત્રણ પ્રોડક્ટના ભાવમાં ઘટાડો કર્યો છે. જેમા એક લીટરના પાઉટ પર ₹1 નો ઘટાડો કર્યો છે. જેમા અમૂલ ગોલ્ડના ભાવ લીટરના 636 રૂપિયાથી ઘટાડી 65 રૂપિયા કર્યા છે. તાજા અને ટી સ્પેશ્યિલના એક લીટરના ભાવમાં ₹1 નો ઘટાડો કર્યો છે. અમુલ ગોલ્ડ, તાજા અને ટી સ્પેશિયલના એક લીટર પાઉચના ભાવમાં ઘટાડો કરાયો છે.
અમૂલ ટી સ્પેશ્યિલ 1 લીટર પાઉચનો જૂનો ભાવ 62 રૂપિયા હતો જે હવે ઘટીને 61 રૂપિયા થયો છે. અમૂલ તાજા 1 લીટર પાઉચનો જૂનો ભાવ 54 રૂપિયા હતો જે હવે ઘટીને 53 રૂપિયા થયો છે. અમૂલ દ્વારા દૂધના ભાવ વધારા બાદ પ્રથમવાર ઘટાડો કરવામાં આવ્યો છે.
Input Credit- Dhrmendra Kapasi- Anand