બોલ્ડ ફોટોશૂટ કરવાને લઈ અભિનેત્રી પર લાગ્યો 15,000 નો દંડ

Courtesy : Instagram

24 January, 2025

મમતા કુલકર્ણી તેના સમયમાં અનેક વિવાદોનું કેન્દ્ર બની હતી

Courtesy : Instagram

મમતા કુલકર્ણી તેના સમયની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક રહી છે. તેણે ઈન્ડસ્ટ્રીમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી. 

Courtesy : Instagram

આજે પણ ચાહકો તેને 'રાણા જી માફ કરના' ગીત માટે યાદ કરે છે. મમતાએ ઇન્ડસ્ટ્રીમાં પોતાના દમદાર અભિનયથી કરોડો ચાહકોના દિલ જીતી લીધા હતા. 

Courtesy : Instagram

તેણે ફિલ્મોમાં અભિનય કરીને જેટલી હેડલાઇન્સ બનાવી છે તેટલી જ તે રિયલ લાઇફમાં પણ વિવાદોમાં ઘેરાયેલી રહી છે.

Courtesy : Instagram

એક સમય એવો આવ્યો જ્યારે આ વિવાદોને કારણે તેને ફિલ્મો મળવાનું બંધ થઈ ગયું અને તે ઈન્ડસ્ટ્રીથી દૂર રહી ગઈ.

Courtesy : Instagram

મમતાએ વર્ષ 1992માં ફિલ્મ 'તિરંગા'થી હિન્દી સિનેમામાં પ્રવેશ કર્યો હતો.'આશિક', 'આવારા', 'ક્રાંતિવીર' અને 'કરણ અર્જુન' જેવી ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું. 

Courtesy : Instagram

વર્ષ 1993માં મમતાએ સ્ટારડસ્ટ મેગેઝીન માટે ટોપલેસ ફોટોશૂટ કરાવ્યું હતું. આ સમયે મમતા અનેક વિવાદનો શિકાર બની હતી. 

Courtesy : Instagram

90ના દાયકામાં બોલ્ડ ફોટોશૂટ કરાવવું તેના માટે સમસ્યાનું કારણ બની ગયું હતું. આ તસવીરોએ સર્વત્ર હલચલ મચાવી દીધી હતી. 

Courtesy : Instagram

આ ફોટોશૂટને કારણે અભિનેત્રીએ 15 હજારનો દંડ ભરવો પડ્યો હતો. આ સાથે લોકો એ ગુસ્સામાં રસ્તા પર ઉતરીને વિરોધ કર્યો હતો.

Courtesy : Instagram

પાછળથી એવું કહેવામાં આવ્યું કે મમતા કુલકર્ણીની ઈન્ડસ્ટ્રીમાં સફળતા અંડરવર્લ્ડ ડોનના કારણે શક્ય બની. 

Courtesy : Instagram

ડોન અને મમતાના સંબંધોના સમાચાર ઈન્ડસ્ટ્રીમાં આગની જેમ ફેલાવા લાગ્યા, પરંતુ દરેક વખતે તેણે આ સમાચારોને માત્ર અફવા ગણાવી. 

Courtesy : Instagram

અહેવાલ અનુસાર મમતાએ વર્ષ 2002માં તેણે ડ્રગ માફિયા વિકી ગોસ્વામી સાથે લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા.

Courtesy : Instagram

મમતા કુલકર્ણી બની સંન્યાસી, કિન્નર અખાડામાંથી લીધી દીક્ષા

Courtesy : Instagram