AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG : અભિષેક શર્મા થયો ઘાયલ, ચાલવું પણ મુશ્કેલ બન્યું, બીજી T20માં નહીં રમે?

કોલકાતામાં રમાયેલી પ્રથમ T20 મેચ ભારતે ખૂબ જ સરળતાથી જીતી લીધી હતી અને આ જીતના હીરોમાંનો એક યુવા ઓપનર અભિષેક શર્મા હતો, જેણે 79 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી પરંતુ બીજી T20 મેચ પહેલા તેની ફિટનેસ ટીમ ઈન્ડિયા માટે ટેન્શન બની ગઈ છે.

| Updated on: Jan 24, 2025 | 9:57 PM
Share
ટીમ ઈન્ડિયા માટે T20 સિરીઝની શરૂઆત ઘણી જ સ્ફોટક રહી છે. ભારતીય ટીમે પહેલા તેની મજબૂત બોલિંગથી ઈંગ્લેન્ડને નાના સ્કોર પર હરાવ્યું અને પછી તેની વિસ્ફોટક બેટિંગથી મેચ ખૂબ જ સરળતાથી જીતી લીધી. કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં જીત બાદ હવે નજર ચેન્નાઈમાં રમાનાર બીજી T20 મેચ પર છે.

1 / 6
પરંતુ શનિવારે મેચના 24 કલાક પહેલા જ ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. કોલકાતામાં જીતનો હીરો રહેલો વિસ્ફોટક ઓપનર અભિષેક શર્મા ઈજાગ્રસ્ત થયો છે, જેના કારણે હવે બીજી મેચમાં તેના રમવા અંગે શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

2 / 6
24 જાન્યુઆરીએ પ્રેક્ટિસ સેશન દરમિયાન અભિષેકની પગની ઘૂંટી વળી ગઈ અને તેને દુખાવો થવા લાગ્યો. તેના માટે ચાલવું પણ મુશ્કેલ બની ગયું હતું અને તે લંગડાતો જોવા મળ્યો હતો. આવી સ્થિતિમાં, તેને પ્રેક્ટિસ સેશન છોડીને ડ્રેસિંગ રૂમમાં પરત ફરવું પડ્યું હતું, એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિષેકે ટીમના ફિઝિયોની દેખરેખમાં લગભગ અડધો કલાક પસાર કર્યો હતો, પરંતુ તે પછી તે પ્રેક્ટિસ સેશન માટે પાછો ફર્યો નહોતો.

3 / 6
હવે ટીમ કે BCCI દ્વારા અભિષેકની ઈજા કેટલી ગંભીર છે તે અંગે કોઈ અપડેટ આપવામાં આવ્યું નથી. જો કે, મેચના 24 કલાક પહેલા આવી ઈજા થવી એ સારો સંકેત નથી, કારણ કે આવી સ્થિતિમાં રમવા માટે મેદાન પર ઉતરવું મુશ્કેલ છે. અને જો ઈજા ગંભીર હશે તો ટીમ ઈન્ડિયાને આ સ્ટાર યુવા બેટ્સમેન વિના ઈંગ્લેન્ડનો સામનો કરવો પડશે.

4 / 6
શ્રેણીની પ્રથમ મેચમાં અભિષેકે શાનદાર બેટિંગ કરી અને માત્ર 34 બોલમાં 79 રન બનાવ્યા જેમાં 8 છગ્ગા અને 5 ચોગ્ગા સામેલ હતા. તેની ઈનિંગના આધારે ભારતે 133 રનનો ટાર્ગેટ માત્ર 13 ઓવરમાં હાંસલ કરી લીધો હતો.

5 / 6
જો કે હવે સવાલ એ છે કે અભિષેકની ગેરહાજરીમાં ટીમ ઈન્ડિયા ઓપનિંગ માટે કોણ મેદાનમાં ઉતરશે? આ બાબતમાં અત્યારે સૌથી યોગ્ય દાવેદાર તિલક વર્મા દેખાઈ રહ્યો છે, જેણે પ્રથમ મેચમાં ચોથા નંબર પર બેટિંગ કરી હતી. જો કે આ પહેલા સાઉથ આફ્રિકા પ્રવાસ પર તિલક ત્રીજા નંબર પર બેટિંગ કરતા સતત બે સદી ફટકારી ચૂક્યો હતો. આવી સ્થિતિમાં તે ઓપનિંગની ભૂમિકા પણ ભજવી શકે છે. (All Photo Credit : PTI)

6 / 6

ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ સામે T20 સિરીઝની શરૂઆત જીત સાથે કરી છે. ભારતીય ટીમની આગામી મેચો સાથે જોડાયેલ તમામ ન્યૂઝ વિશે જાણવા ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">