24 જાન્યુઆરીના મહત્વના સમાચાર : વડોદરાની નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાડી દેવાની મળી ધમકી, ઈમેલ દ્વારા ધમકી આપવામાં આવી

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 24, 2025 | 9:06 AM

આજે 24 જાન્યુઆરીના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

24 જાન્યુઆરીના મહત્વના સમાચાર : વડોદરાની નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાડી દેવાની મળી ધમકી, ઈમેલ દ્વારા ધમકી આપવામાં આવી

LIVE NEWS & UPDATES

  • 24 Jan 2025 09:06 AM (IST)

    વડોદરાઃ નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાડી દેવાની મળી ધમકી

    વડોદરાની નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે. ભાયલીની નવરચના સ્કૂલને ઈમેલ દ્વારા ધમકી આપવામાં આવી. વડોદરામાં ત્રણ જગ્યાએ નવરચના સ્કૂલ આવેલી છે. ધમકી મળતાની સાથે પોલીસ સ્કૂલ પર પહોંચી છે અને ત્રણેય સ્કૂલ પોલીસની વિવિધ ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ધમકીને કારણે સ્કૂલમાં આજે રજા જાહેર કરવામાં આવી. વિદ્યાર્થી, વાલી અને સ્ટાફને સ્કૂલમાં ન આવવા સૂચના અપાઈ.

  • 24 Jan 2025 08:28 AM (IST)

    અમદાવાદ: GST કૌભાંડના આરોપી મહેશ લાંગા સામે વધુ એક ફરિયાદ

    અમદાવાદ: GST કૌભાંડના આરોપી મહેશ લાંગા સામે વધુ એક ફરિયાદ દાખલ થઇ છે. ખોટા આર્ટિકલ છપાવી બદનામ કરવાની ધમકી આપી નાણાં પડાવ્યાનો આરોપ છે. જમીનનાં કેસનો નિકાલ કરવાનું જણાવી નાણાં પડાવ્યાની ફરિયાદ છે. ટુકડે-ટુકડે રૂ. 20 લાખ પડાવ્યાનો આક્ષેપ છે. ખેતી અને જમીન દલાલી કરતા ઇસમે ફરિયાદ નોંધાવી છે.

  • 24 Jan 2025 07:40 AM (IST)

    સુરત: ગોડાદરા વિસ્તારમાં તબીબ પર હુમલો

    સુરત: ગોડાદરા વિસ્તારમાં તબીબ પર હુમલો થયો. યુવકે ડોક્ટર પર જ્વલનશીલ રસાયણ ફેંક્યું. સારવાર હેઠળનાં ડોક્ટરની હાલત ગંભીર છે. ઘટનાનાં CCTV સામે આવ્યા છે.

  • 24 Jan 2025 07:39 AM (IST)

    મોરબી: SMCએ દરોડા પાડીને ઝડપ્યો દારૂ

    મોરબી: SMCએ દરોડા પાડીને દારૂ ઝડપ્યો. ટંકારાના લજાઇ પાસે હડમતીયા રોડ પર દારૂ પકડાયો. ફેક્ટરીના ગોડાઉનમાં દરોડા પાડી દારૂ જપ્ત કર્યો. વિદેશી દારૂની 180 પેટી SMCએ જપ્ત કરી.

આજે 24 જાન્યુઆરીના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

Published On - Jan 24,2025 7:38 AM

Follow Us:
વડોદરાની સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
વડોદરાની સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ખંભાતમાં ATSના દરોડા, 100 કરોડનું ડ્રગ્સ બનાવવાનું મટીરીયલ ઝડપાયું
ખંભાતમાં ATSના દરોડા, 100 કરોડનું ડ્રગ્સ બનાવવાનું મટીરીયલ ઝડપાયું
આ 6 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત
આ 6 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત
કલોલ નગરપાલિકા પર ટોળાએ કર્યો પથ્થરમારો
કલોલ નગરપાલિકા પર ટોળાએ કર્યો પથ્થરમારો
ગુજરાતમાં ઉત્તરપૂર્વના પવન ફૂંકાવાની આગાહી
ગુજરાતમાં ઉત્તરપૂર્વના પવન ફૂંકાવાની આગાહી
જીવ બચાવનાર ડૉક્ટરે જ આણ્યો જીવનનો અંત, અગમ્ય કારણોસર કરી લીધો આપઘાત
જીવ બચાવનાર ડૉક્ટરે જ આણ્યો જીવનનો અંત, અગમ્ય કારણોસર કરી લીધો આપઘાત
દૂધરેજ ગામની મહિલાઓનો મનપા કચેરીએ હલ્લાબોલ, સુવિધા ન મળતા બની રણચંડી
દૂધરેજ ગામની મહિલાઓનો મનપા કચેરીએ હલ્લાબોલ, સુવિધા ન મળતા બની રણચંડી
હિન્દુના નામે લાયસન્સ કઢાવીને અન્ય દ્વારા ચલાવાતી હોટલ પર ST નહીં થોભે
હિન્દુના નામે લાયસન્સ કઢાવીને અન્ય દ્વારા ચલાવાતી હોટલ પર ST નહીં થોભે
અમદાવાદ મહાનગરપાલિકાએ છેલ્લા બે બજેટમાં મસમોટા વચનોની કરી માત્ર લ્હાણી
અમદાવાદ મહાનગરપાલિકાએ છેલ્લા બે બજેટમાં મસમોટા વચનોની કરી માત્ર લ્હાણી
અજય ઈન્ફ્રાનું બનાસકાંઠા વધુ એક બ્રિજ કૌભાંડ, 100 કરોડનું નુકસાન
અજય ઈન્ફ્રાનું બનાસકાંઠા વધુ એક બ્રિજ કૌભાંડ, 100 કરોડનું નુકસાન
g clip-path="url(#clip0_868_265)">