Anand : ખંભાતમાં દવાની આડમાં ડ્રગ્સ બનાવવાનો પર્દાફાશ, 100 કરોડનું રો મટીરીયલ કર્યું જપ્ત, જુઓ Video
આણંદના ખંભાતમાં દવાની આડમાં ડ્રગ્સ બનાવવાનો પર્દાફાશ થયો છે. ATSએ ખંભાતના નેજામાં દવાની ફેકટરી પર બાતમીના આધારે દરોડા પાડ્યા છે. ફેકટરી માલિક સહિત 6 લોકોની ધરપકડ કરાઈ છે.
આણંદના ખંભાતમાં દવાની આડમાં ડ્રગ્સ બનાવવાનો પર્દાફાશ થયો છે. ATSએ ખંભાતના નેજામાં દવાની ફેકટરી પર બાતમીના આધારે દરોડા પાડ્યા છે. ફેકટરી માલિક સહિત 6 લોકોની ધરપકડ કરાઈ છે. ગ્રીન લાઈફ ઈન્ડસ્ટ્રીઝમાં દવાની આડમાં ડ્રગ્સ બનાવવામાં આવી રહ્યું હતું. ફેકટરીમાંથી ઘેનની ગોળી બનાવવાના રો મટીરીયલની આડમાં ડ્રગ્સ બનાવતું હતું.
6 આરોપીની ધરપકડ
ખંભાતમાં આવેલી એક કંપની માંથી આશરે 100 કરોડનું ડ્રગ્સ બનાવવાનું રો- મટીરીયલ કબજે કરાયું છે. આ ડ્રગ્સનો જથ્થો તૈયાર થઈ સપ્લાય થાય તે પહેલા ગુજરાત ATS પકડી પાડ્યું છે. આ ડ્રગ્સ સપ્લાયના તાર ઉત્તર ભારત સુધી જોડાયા છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર આ ડ્રગ્સ સાઉથ આફ્રિકા સપ્લાય થવાનો પર્દાફાશ થયો હતો. જેથી તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.
Latest Videos