બનાસકાંઠામાં જિલ્લા વિભાજનનો વિરોધ વચ્ચે ઉઠ્યા સમર્થનના સૂર, જન આક્રોશ મહાસભા સામે સમર્થનમાં નીકળી મહારેલી- Video
બનાસકાંઠામાં જિલ્લા વિભાજનને લઈને છેલ્લા 23 દિવસથી વિરોધનો વંટોળ ફુંકાયો છે. આ તરફ ધાનેરાના એક ગામના લોકોએ વાવ- થરાદ જિલ્લાની રચનાને સમર્થન આપ્યુ છે. જન આક્રોષ મહાસભા સામે સમર્થન મહારેલી નીકળી હતી. મોટી સંખ્યામાં યુવાનોએ બાઈક રેલી યોજી હતી.
બનાસકાંઠા જિલ્લા વિભાજનને લઈને વિરોધ વચ્ચે સમર્થનના સૂર ઉઠ્યા છે. ધાનેરાના ગામના લોકોએ વાવ-થરાદ જિલ્લાની રચનાને સમર્થન આપ્યુ છે. વિરોધમાં જન આક્રોશ મહાસભા સામે સર્મથનમાં મહારેલી નીકળી. થાવરથી ધાનેરા પ્રાંત કચેરી સુધી મહાબાઈક રેલીનું આયોજન કરાયુ હતુ. વાવ-થરાદ જિલ્લો જ રાખવાની માગ સાથે પ્રાંત અધિકારીને આવેદન આપવામાં આવ્યુ. ભાજપવા પૂર્વ રાજ્ય પ્રધાન હરજીવન પટેલ પણ આ બાઈક રેલીમાં જોડાયા હતા.
ઉલ્લેખનીય છે કે જિલ્લા વિભાજનને લઈ ધાનેરામાં છેલ્લા ઘણા સમયથી વિરોધ ચાલી રહ્યો છે. જેના ભાગરૂપે બે દિવસ ધાનેરાના અપક્ષના ધારાસભ્ય માવજી દેસાઈ, ભાજપના પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતે જન આક્રોશ મહાસભા યોજી હતી. જેનો હવે વિરોધ કરતા જિલ્લા વિભાજનને સમર્થન અપાયું અને મહા બાઈકનું આયોજન કરાયું.
તો બીજી તરફ સિયા ગામના ખેડૂતોએ પણ વાવ થરાદ જિલ્લામાં જ રહેવાની માગ સાથે બાઈક રેલી યોજી હતી. મોટી સંખ્યામાં લોકો જિલ્લા વિભાજનના સમર્થમાં બાઈક રેલીમાં જોડાયા હતા. ખેડૂતોની માગ છે કે ધાનેરાને વાવ થરાદ જિલ્લામાં જ સમાવેશ કરવામાં આવે. સ્વાર્થ માટે રાજકીય લોકો વિરોધ કરી રહ્યાં હોવાનો પણ આક્ષેપો કરવામાં આવી રહ્યાં છે.
આ તરફ જિલ્લા વિભાજના વિરોધને લઈને અનોખિ આવેદનપત્ર આપવામાં આવ્યુ. ધાનેરા હિતરક્ષક સમિતિ વિવાદને લઈ હનુમાન દાદાને શરણે પહોંચી. દાદાને આવેદન પાઠવી ધાનેરા બનાસકાંઠામાં જ રહે તેવી પ્રાર્થના કરી હતી.
ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવામાં આવે તેવી સમિતિ માગ કરી રહી છે. જિલ્લાના વિભાજનની સાથે-સાથે લોકોનું પણ વિભાજન થયું હોય તેવો ઘાટ સર્જાયો છે. એક તરફ ધાનેરાને બનાસકાંઠમાં રાખવામાં આવે તેવી માગ સાથે વિરોધ કરવામા આવી રહ્યો છે. વિભાજનના 23 દિવસે પણ વિરોધ ઠરવાનું નામ નથી લઈ રહ્યો. બીજી તરફ વાવ-થરાદ જિલ્લાની રચનાને સમર્થન પણ આપવામાં આવી રહ્યો છે. જિલ્લા વિભાજનના વિવાદનો મુદ્દો ધીમેધીમે રાજકીય તુલ પકડી રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યાં છે.