Yami Gautam Birthday : યામીએ આદિત્ય ધર સાથેના પોતાના સંબંધોને ખૂબ જ રાખ્યા હતા ખાનગી, લગ્ન કરીને કપલે બધાને ચોંકાવી દીધા

Yami Gautam Birthday Special : બોલિવૂડ એક્ટ્રેસ યામી ગૌતમે એક ઈન્ટરવ્યુમાં પોતાની લવ સ્ટોરી વિશે ઘણા ખુલાસા કર્યા હતા. આ સાથે અભિનેત્રીએ તેના પતિ આદિત્ય ધર સાથે જોડાયેલી વાતો પણ શેર કરી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 28, 2022 | 7:42 AM
યામી ગૌતમ બોલિવૂડની એવી સુંદરીઓમાંથી એક છે. જેમણે પોતાની આગવી ઓળખ બનાવી છે. ગયા વર્ષે અભિનેત્રીએ દિગ્દર્શક આદિત્ય ધર સાથે લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા હતા.

1 / 6
જણાવી દઈએ કે, યામી અને આદિત્ય ફિલ્મ 'ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઈક' દરમિયાન જ રિલેશનશિપમાં હતા. બંનેની પરીકથાની લવસ્ટોરી ફિલ્મના સેટથી જ શરૂ થઈ હતી. પરંતુ, બંનેએ આ સંબંધની કોઈને જાણ થવા દીધી ન હતી.

2 / 6

યામીએ 4 જૂન 2021ના રોજ આદિત્ય ધર સાથે સાત ફેરા લઈને બધાને ચોંકાવી દીધા હતા. એક મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં યામીએ પોતાની લવ સ્ટોરીથી લઈને આદિત્ય સાથેના લગ્નજીવન સુધીના ઘણા ખુલાસા કર્યા છે.

3 / 6

લવ સ્ટોરી વિશે વાત કરતા યામીએ કહ્યું, 'હું કહીશ કે લવ સ્ટોરીની શરૂઆત 'ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઈક'ના પ્રમોશન દરમિયાન થઈ હતી. વર્ષ 2019માં, પછી અમે એકબીજા સાથે વાત કરવાનું શરૂ કર્યું અને અમે મિત્રો બની ગયા.

4 / 6
લવ સ્ટોરી છુપાવવા અંગે અભિનેત્રીએ કહ્યું હતું કે મને લાગે છે કે આદિત્ય ધર અને હું ખૂબ નસીબદાર છીએ કે આવું થઈ શક્યું. અમે ખૂબ જ ખાનગી લોકો છીએ અને ગોપનીયતાને મહત્વ આપીએ છીએ. અમે બહાર ફરવા પણ નથી ગયા.

5 / 6
જો કે, તેમના નજીકના મિત્રો તેમના સંબંધો વિશે જાણતા હતા. પરંતુ, તેણે દંપતીની ગોપનીયતા જાળવી રાખી, જેના માટે યામી અને આદિત્ય બંને તેના આભારી છે.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">