પતિ પત્ની કરી ચૂક્યા છે બોલિવુડની એક જ ફિલ્મમાં કામ, આજે છે કૃતિ ખરબંદાનો જન્મદિવસ
કૃતિ ખરબંદાનો જન્મ 29 ઓક્ટોબર 1990 રોજ થયો છે. જે મુખ્યત્વે કન્નડ, હિન્દી અને તેલુગુ ભાષાની ફિલ્મોમાં કામ કરે છે. એક મોડેલ તરીકે તેની કારકિર્દીની શરૂઆત કર્યા પછી, તે તેલુગુ ફિલ્મ બોની (2009) થી અભિનયની શરૂઆત કરી હતી,

પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદાના લગ્નની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે,આ કપલ હરિયાણાના માનેસરમાં શાહી લગ્ન કરશે.પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદાના પ્રી-વેડિંગ ફંક્શન દિલ્હીમાં તેમના ઘરે યોજાનાર છે.

કૃતિ ખરબંદાનો જન્મ 29 ઓક્ટોબર 1990ના રોજ દિલ્હીમાં થયો છે. તેના પિતાનું નામ અશ્વિની ખરબંદા અને માતાનું નામ રજની ખરબંદા છે. જ્યારે કૃતિ નાની હતી તો તેનો પરિવાર બેંગ્લુર ચાલ્યો ગયો હતો.શ્રી ભગવાન મહાવીર કોલેજમાં અભ્યાસ પૂર્ણ કર્યો છે.

કૃતિ ખરબંદાનો નાનો ભાઈ સીઈઓ છે. તેનું નામ જયવર્ધન ખરબંદા છે જે પેપર પ્લેન પ્રોડક્શનના સીઈઓ છે અને કૃતિની નાની બહેનનું નામ ઈશિતા ખરબંદા છે. જેમના લગ્ન થઈ ચૂક્યા છે. તે કૃતિથી નાની છે.

ખરબંદા બોલિવુડની એ અભિનેત્રીઓમાંથી છે જે બોલિવુડમાં આવતા પહેલા સાઉથ સિનેમામાં સારું નામ કમાઈ ચૂકી છે. તે સાઉથની પોપ્યુલર અભિનેત્રીઓમાંની એક છે. સાઉથની અનેક ફિલ્મમાં અભિનેત્રીએ કામ કર્યું છે. તો આજે આપણે કૃતિ ખરબંદાના પરિવાર વિશે જાણીશું.

હવે ચાહકો કૃતિ ખરબંદા અને પુલકિત સમ્રાટના લગ્નના ફોટાની રાહ જોઈ રહ્યા છે.

કૃતિ ખરબંદાએ અનેક બોલિવુડ ફિલ્મોમાં કામ કર્યું છે. યમલા પગલા દિવાના, હાઉસફુલ 4, 14 ફેરે, પાગલપંતી જેવી ફિલ્મોમાં જોવા મળી ચૂકી છે. તેમણે રાજકુમાર રાવની સાથે રોમેન્ટિક ડ્રામા ફિલ્મ શાદીમે જરુર આના બાદ ઓળખ મળી હતી.

બોલિવુડની જાણીતી અભિનેત્રી કૃતિ ખરબંદાને આજે કોઈ ઓળખની જરુર નથી. કૃતિ ખરબંદા અભિનેતા પુલકિત સમ્રાટ સાથે લાંબા સમયથી રિલેશનશીપમાં હતી. હવે અભિનેત્રી લગ્નના બંધનમાં બંધાશે.

અભિનેત્રીએ પોતાના કરિયરની શરુઆત મોડલિંગથી કરી હતી.કૃતિએ જ્વેલરી ડિઝાઇનિંગમાં ડિપ્લોમા કર્યું છે. કોલેજના સમયથી મોડલિંગ કરવાનું શરુ કર્યું હતુ.

કૃતિએ તમિલ, ફિલ્મથી કરિયરની શરુઆત કરી હતી. આ ફિલ્મ કાંઈ ખાસ કમાલ દેખાડી શકી નહિ, ત્યારબાદ કન્નડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

કૃતિ ખરબંદાની લવ લાઈફ વિશે વાત કરીએ તો, કૃતિ છેલ્લા બે વર્ષથી પુલકિત સમ્રાટને ડેટ કરી રહી હતી. બંને 'વીરે કી વેડિંગ', 'તૈસ અને પાગલપંતી' જેવી ફિલ્મોમાં સાથે જોવા મળ્યા છે. જો કે બંને હવે લગ્ન કરવા જઈ રહ્યા છે.

કૃતિના પતિની વાત કરીએ તો સમ્રાટના એક વખત લગ્ન થઈ ચૂક્યા છે. તેમણે શ્વેતા રોહિરા સાથે લગ્ન કર્યા હતા. બંન્ને એક વર્ષમાં જ છુટા થઈ ગયા હતા. સમ્રાટના ફિલ્મી કરિયરની વાત કરીએ તો તે છેલ્લી વખત ફુકરે 3માં જોવા મળ્યો હતો.






































































