Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઓલ ઈન્ડિયા રેડિયોના એ ખોટા સમાચાર અને ભારતના હાથમાંથી નીકળી ગયુ બલુચિસ્તાન- વાંચો

ઓલ ઈન્ડિયા રેડિયોના સમાચાર ખોટા હતા, પરંતુ ઝીણાએ પાકિસ્તાની સેનાને કલાત પર હુમલો કરવાનો આદેશ આપી દીધો. બલૂચ રેજિમેન્ટે બીજા જ દિવસે કલાત પર હુમલો કરી દીધો. કલાતના ખાનનું અપહરણ કરી તેને કરાચી લઈ જવામાં આવ્યા. કરાચીમાં તેની પાસે બળજબરીથી વિલય પત્ર પર સહી કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. આ રીતે બલૂચિસ્તાન ભારતના હાથમાંથી નીકળી ગયુ.

ઓલ ઈન્ડિયા રેડિયોના એ ખોટા સમાચાર અને ભારતના હાથમાંથી નીકળી ગયુ બલુચિસ્તાન- વાંચો
Follow Us:
| Updated on: Mar 15, 2025 | 7:21 PM

પાકિસ્તાનની બરાબર મધ્યમાં એક એવો ભાગ પણ છે જેને સ્વતંત્ર રાખવાની હિમાયત ખુદ મોહમ્મદ અલી જિન્હાએ કરી હતી. આ વિસ્તાર છે કલાત. આ ઘટનાક્રમને સમજવા માટે ભૂતકાળમાં ડોકિયુ કરવુ પડશે. એ તારીખ હતી 27 માર્ચ 1948, કલાતના એક મહેલમાં ખાન મીર અહમદ ખાન આરામ ફરમાવી રહ્યા હતા. સવારનો સમય હતો. બરાબર 9 વાગ્યે ઓલ ઈન્ડિયા રેડિયો પર એક સમાચાર પ્રસારિત થાય છે. પોતાના બિસ્તર પર સૂતેલા ખાનનો એક કાન એ સમયે રેડિયોના સમાચાર પર હતો અને એકાએક તેના પગતળેથી જમીન સરકવા લાગી.

રેડિયો પર સમાચાર પ્રસારિત થઈ રહ્યા હતા કે ભારતે તેમના રજવાડાના વિલીનીકરણનો પ્રસ્તાવને ફગાવી દીધો છે. આ સાંભળી ખાન ચોંકી ગયા. મુદ્દો એ ન હતો કે ભારતે પ્રસ્તાવને ફગાવી દીધો હતો, પરંતુ સૌથી મોટી સમસ્યા એ હતી કે પાકિસ્તાનને હવે રેડિયો દ્વારા તેની જાણ થઈ ચુકી હતી. તેના બીજા જ દિવસે પાકિસ્તાનની સેનાએ ખાનના રજવાડા પર હુમલો કરી દીધો. કલાતને સ્વતંત્ર રાખવાનું સપનું રોળાઈ ગયું.

બલૂચિસ્તાનનો ઘટનાક્રમ

કલાત એ પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતનું એક રજવાડું હતું. વિભાજન સમયે, ત્યાની ખાન સલ્તનતે પોતાને સ્વતંત્ર જાહેર કર્યુ હતુ. પરંતુ પાછળથી પાકિસ્તાને તેને પોતાનામાં સામેલ કરી લીધુ. બલૂચિસ્તાન પાકિસ્તાનનો ભાગ કેવી રીતે બન્યુ? તે રેડિયો પ્રસારણની શું કહાની છે, જેના વિશે કહેવામાં આવે છે કે જો તે ન થઈ હોત, તો ભારત બલૂચિસ્તાનમાં કોઈ ખેલ કરી શક્યું હોત? દર વર્ષે 2 માર્ચને પાકિસ્તાનમાં બલૂચ સંસ્કૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. બલૂચ સંસ્કૃતિને બચાવવાનું અભિયાન ચાલી રહ્યું છે. પરંતુ પ્રશ્ન એ છે કે બલૂચ સંસ્કૃતિ શું છે? શું તે પાકિસ્તાનની સંસ્કૃતિથી અલગ છે?

Vastu Tips : તુલસીનો છોડ ઉત્તર-પૂર્વ ખૂણામાં રાખવાથી શું થાય છે?
Vastu tips : ઘરમાં સુગરીનો માળો રાખવાના ચમત્કારિક ફાયદા જાણી લો
ક્યાં જતી રહી કૃણાલ પંડ્યાની પત્ની ?
40 રુપિયાના આ જુગાડથી ફુલ સ્પીડમાં ચાલવા લાગશે તમારા ઘરનો પંખો !
દુનિયાના 4 મુસ્લિમ દેશ જેની પાસે છે હજારો ટન સોનું
કયા સમયે ચિયા બીજ ખાવા વધુ ફાયદાકારક છે?

બલૂચિસ્તાન આઝાદ રહેવા માંગતું હતું

આપણે જેને બલૂચિસ્તાન તરીકે ઓળખીએ છીએ, તેમાં એક સમયે ચાર રજવાડા હતા – કલાત, ખારાન, લોસ બુલા અને મકરાન.

1870 માં, અંગ્રેજોએ કલાતની ખાન સલ્તનત સાથે એક સંધિ કરી, જેના કારણે આ રજવાડાઓ અંગ્રેજો હેઠળ આવ્યા. આમ છતાં બ્રિટિશ સરકારનો તેમના પર સીધો અંકુશ નહોતો. આ રજવાડાઓની હાલત કંઈક અંશે ભૂતાન જેવી હતી. રશિયાના આક્રમણનો સામનો કરવા માટે બ્રિટિશ આર્મીની એક ટુકડી અહીં તૈનાત રહેતી હતી, પરંતુ અંગ્રેજો અહીંના વહીવટમાં સીધો હસ્તક્ષેપ કરતા ન હતા.

જ્યારે વિભાજનનો સમય આવ્યો, ત્યારે અંગ્રેજોએ કલાતને સિક્કિમ અને ભૂતાન જેવી કેટેગરીમાં મૂક્યું. બલૂચિસ્તાનના બાકીના ત્રણ રજવાડાઓએ એ સમયે પાકિસ્તાનને પસંદ કર્યું, પરંતુ કલાત પાકિસ્તાન સાથે જવા તૈયાર ન હતુ. કલાતના ખાન, મીર અહેમદ ખાન સ્વતંત્ર રહેવા ઇચ્છતા હતા. તેમણે 1946થી જ આ પ્રયાસ શરૂ કરી દીધા હતો.

કલાત અને જિન્હાનો સંબંધ

1946માં જ્યારે કેબિનેટ મિશન ભારતમાં આવ્યું ત્યારે મીર અહેમદે તેમના એક વકીલને કેબિનેટ મિશન માટે મોકલ્યા. આ વકીલ હતા મોહમ્મદ અલી જિન્હા. જિન્હા અને મીર અહેમદ વચ્ચે ઘણી ગાઢ મિત્રતા હતી. મીર અહેમદે મુસ્લિમ લીગને પુષ્કળ પૈસા આપ્યા હતા અને તેઓ જિન્હાની મદદ માટે હંમેશા તૈયાર રહેતા હતા.

જિન્નાએ પણ તેમની દોસ્તીની ફરજ નિભાવી અને 1946માં કેબિનેટ મિશનને મળીને કલાતની વકીલાત કરી. તેમણે મીર અહેમદનો પક્ષ રાખતા કહ્યું  વિભાજનની શરતો હેઠળ, કલાતને સ્વતંત્ર જાહેર કરવું જોઈએ, કારણ કે કલાતની સંધિ બ્રિટિશ ઈન્ડિયા સરકાર સાથે નહી, પરંતુ સીધી બ્રિટિશ ક્રાઉન સાથે હતી.

આ સિવાય મીર અહેમદે સમદ ખાન નામના બલૂચ નેતાને પણ દિલ્હી મોકલ્યો હતો. સમદ ખાન જવાહરલાલ નેહરુને મળ્યા, પરંતુ નેહરુએ કલાતને સ્વતંત્ર તરીકે સ્વીકારવાનો ઇનકાર કર્યો. થોડા મહિનાઓ પછી, કલાતનું બીજું પ્રતિનિધિમંડળ દિલ્હી પહોંચ્યું. આ વખતે કલાત સ્ટેટ નેશનલ પાર્ટીના પ્રમુખ ગૌસ બક્ષે મૌલાના અબુલ કલામ આઝાદ સાથે મુલાકાત કરી.

મૌલાના આઝાદે એ તો સ્વીકાર્યું કે કલાત હવે ભારતનો ભાગ નથી, પરંતુ એમ પણ કહ્યું કે કલાત ભારત અને પાકિસ્તાન વચ્ચે સ્વતંત્ર નહીં રહી શકે. તેને પોતાની સુરક્ષાની જરૂર પડશે, જે ફક્ત બ્રિટિશ આર્મી જ આપી શકે. પણ જો બ્રિટિશ સેના કલાતમાં રહી હોત તો તેની આઝાદીનો અર્થ શું હોત?

જિન્હા અને બલુચિસ્તાન

જ્યારે આ તમામ પ્રયાસોનું કોઈ પરિણામ ન આવ્યું ત્યારે કલાતના ખાન ખુદ દિલ્હી આવ્યા. 4 ઓગસ્ટ 1947ના રોજ દિલ્હીમાં રાઉન્ડ ટેબલ મીટિંગ થઈ હતી. આ બેઠકમાં લોર્ડ માઉન્ટબેટન અને જિન્હા પણ હાજર હતા. જિન્હા હજુ પણ કલાતની આઝાદીની પેરવી કરી રહ્યા હતા. આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે કલાત એક સ્વતંત્ર દેશ હશે અને ખારાન અને લોસ બુલાનો તેમાં વિલય કરી દેવામાં આવશે.

તેના એક અઠવાડિયા પછી, 11 ઓગસ્ટ 1947ના રોજ, મુસ્લિમ લીગ અને કલાત વચ્ચે સંયુક્ત ઘોષણા પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. તેમા સ્વીકારવામાં આવ્યુ કે કે કલાતની પોતાની ઓળખ છે અને મુસ્લિમ લીગ કલાતની સ્વતંત્રતાનું સન્માન કરે છે.

કલાતની આઝાદી અને સંસદની રચના

15 ઓગસ્ટના રોજ ભારત આઝાદ થયું. તેના બીજા જ દિવસે કલાતે પોતાને સ્વતંત્ર જાહેર કર્યું. મીર અહેમદે તરત જ કલાતમાં સંસદની રચના કરી. આ સંસદમાં બે ગૃહો હતા – ઉપલા ગૃહનું નામ ‘દારુલ ઉમરાહ’ અને નીચલા ગૃહનું નામ ‘દારૂલ આવામ’ હતું. બંને ગૃહોમાં કલાતની આઝાદીનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. કલાતે જાહેરાત કરી કે પાકિસ્તાન સાથે તેમના મૈત્રીપૂર્ણ સંબંધો રહેશે.

આ તરફ પાકિસ્તાન પણ નવું-નવુ બન્યું હતુ, જિન્હા તેમા વ્યસ્ત ચાલી રહ્યા હતા. અત્યાર સુધી બધું બરાબર હતું, પરંતુ પછી 21 ઓગસ્ટ 1947ના રોજ બનેલી એક ઘટનાએ પરિસ્થિતિને વધુ જટિલ બનાવી દીધી.

ખારાનનો પાકિસ્તાનમાં વિલય અને વધતુ દબાણ

બલૂચિસ્તાનમાં ચાર રજવાડા હતા. આમાંથી એક ખારાનના શાસક મીર મુહમ્મદ હબીબુલ્લાહે જિન્હાને પત્ર લખ્યો, જેમાં લખ્યું હતું કે-

“મારું સામ્રાજ્ય ક્યારેય કલાતના તાબામાં ક્યારેય નહીં આવે અને અમે તેમનો જોરશોરથી વિરોધ કરીશું.”

દેખીતી રીતે આ ખારાન તરફથી પાકિસ્તાનમાં ભળી જવાા માટેનો સંકેત હતો. જો કે, જિન્હાએ તે સમયે તેમની જૂની મિત્રતાને ધ્યાનમાં રાખીને આ મુદ્દાને બાજુ પર છોડી દીધો.

હવે ધીરે ધીરે લોસ બુલા અને મકરાને પણ પાકિસ્તાનમાં વિલયની ઈચ્છા વ્યક્ત કરી. કલાત પર દબાણ વધી રહ્યું હતું.

જિન્હાની માંગણી અને કલાતની પ્રતિક્રિયા

ઓક્ટોબર 1947માં, જિન્હાએ ખુલ્લેઆમ કલાત સમક્ષ પાકિસ્તાનમાં વિલયની માંગ રાખી. ત્યારબાદ દારુલ આવામે ગૃહમાં જિન્નાહને જવાબ આપતા કહ્યું-

અફઘાનિસ્તાન અને ઈરાનની જેમ અમારી સંસ્કૃતિ પણ પાકિસ્તાનથી અલગ છે. માત્ર મુસ્લિમ હોવાથી અમે પાકિસ્તાની નથી થઈ જતા. જો એવુ હોય તો ઈરાન અને અફઘાનિસ્તાને પણ પાકિસ્તાનમાં વિલય કરી દેવા જોઈએ.

ઓલ ઈન્ડિયા રેડિયોના સમાચાર અને પલટી ગયો ખેલ

થોડા દિવસો સુધી વાદ-વિવાદનો આ દૌર ચાલતો રહ્યો. જિન્હાની નજર ​​કાશ્મીર, જુનાગઢ અને દક્ષિણમાં હૈદરાબાદ પર હતી. માર્ચ 1948 સુધી તેમણે આ મુદ્દો મુલતવી રાખ્યો. પરંતુ પછી દબાણ એટલું વધી ગયું કે 17 માર્ચ 1948ના રોજ તેણે ખારાન, લોસ બુલા અને મકરાનને પાકિસ્તાનમાં ભેળવી દીધું. એટલે કે બલૂચિસ્તાનનો એક તૃતિયાંશ ભાગ પાકિસ્તાનના કબજામાં આવી ગયો હતો. આ પછી પણ, જિન્હાને કલાત પર હાથ મૂકવાની કોઈ ઉતાવળ નહોતી.

ભારતની ભૂમિકા અને ઐતિહાસિક વિશ્લેષણ

હવે અહીં સવાલ એ ઉઠે છે કે આ બધામાં ભારત ક્યાં હતું? ઇતિહાસના પ્રોફેસર, ડૉ. દુષ્કા સૈયદે 2006માં પ્રકાશિત થયેલા એક સંશોધન પત્રમાં લખ્યું હતું, The Accession of Kalat: Myth and Reality માં લખ્યુ છે.

કલાત ભારત અને પાકિસ્તાન વચ્ચે મુખ્ય મુદ્દો ન હતો, કારણ કે કલાતની સરહદો ભારત સાથે મળતી નહોતી. આ ઉપરાંત, કલાત સાથે કાશ્મીર કે હૈદરાબાદ જેવી સમસ્યા ન હતી, જ્યાંનો રાજા બહુમતી પ્રજાથી અલગ ધર્મનો હતો.

કલાતના છેલ્લા શાસક મીર અહેમદ ખાન સાથે જિન્હા (Pic Courtesy INS)

જો કે ભારત પણ કલાતની કહાનીનો એક ભાગ બન્યુ, તે કેવી રીતે? ભારતની એન્ટ્રી થાય છે રેડિયો પ્રસારણના એ સમાચારથી જેનો ઉલ્લેખ આપણે શરૂઆતમાં કર્યો. 27 માર્ચ 1928ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોના પ્રસારણમાં એક પ્રેસ કોન્ફરન્સનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ મુજબ કેન્દ્રીય સચિવ વીપી મેનને કહ્યું હતું કે કલાતના ખાન પાકિસ્તાનને બદલે ભારતમાં વિલીનીકરણની માંગ કરી રહ્યા છે. મેનનને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે ભારતને આ મુદ્દા સાથે કોઈ લેવાદેવા નથી. જો કે,મેનન હવે સરદાર પટેલ સાથે રજવાડાઓના વિલીનીકરણની જવાબદારી સંભાળી રહ્યા હતા. આથી તેમના કથિત નિવેદનનો ઊંડો અર્થ હતો. જેનાથી હંગામો થવો સ્વાભાવિક હતો અને થયો પણ.

કલાતના ખાને જ્યારે આ ભાષણ સાંભળ્યું ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેઓ સમજી ગયા હતા કે પાકિસ્તાન આ સમાચાર પર ચૂપ નહીં રહે. બીજી તરફ ભારતમાં પણ આ સમાચારના અલગ-અલગ અર્થ કાઢવામાં આવી રહ્યા હતા. બીજા દિવસે બંધારણ સભામાં નેહરુએ આગને ઠંડી પાડવાનો પ્રયાસ કર્યો. કહ્યું કે આવું કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.

ઓલ ઈન્ડિયા રેડિયોના સમાચાર ખોટા હતા. પરંતુ ત્યા સુધીમાં જે નુકસાન થવાનું હતું તે થઈ ચૂક્યું હતું. 28 માર્ચે જિન્નાએ પાકિસ્તાની સેનાને કલાત પર હુમલો કરવાનો આદેશ આપ્યો. કમાન્ડિંગ ઓફિસર મેજર જનરલ અકબર ખાનની આગેવાની હેઠળની 7મી બલોચ રેજિમેન્ટે બીજા જ દિવસે કલાત પર હુમલો કર્યો. ખાન ઑફ કલાતનું અપહરણ કરીને કરાચી લઈ જવામાં આવ્યા. કરાચીમાં તેમની પાસે બળજબરીથી મર્જરના દસ્તાવેજ પર સહી કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.

આગામી બાંગ્લાદેશ

આઝાદીના 225 દિવસ પછી કલાતનું પાકિસ્તાન સાથે વિલીનીકરણ થયું. જ્યારથી આ વિલીનીકરણ સેનાની મદદથી કરવામાં આવ્યું છે ત્યારથી બલૂચિસ્તાનના કેટલાક સંગઠનો સતત આઝાદીની માંગ કરી રહ્યા છે. પાકિસ્તાન આ માટે ભારતને જવાબદાર ઠેરવે છે. વિસ્તારની દૃષ્ટિએ બલૂચિસ્તાન પાકિસ્તાનનો સૌથી મોટો પ્રાંત છે. સમજો કે પાકિસ્તાનનો 44% વિસ્તાર બલૂચિસ્તાન છે. જો કે, વસ્તીની દ્રષ્ટિએ, પાકિસ્તાનની માત્ર 5% વસ્તી અહીં રહે છે. બલૂચિસ્તાનમાં તાંબુ, સોનું અને યુરેનિયમનો ભંડાર છે.

બલૂચિસ્તાનમાં પાકિસ્તાનના ત્રણ નેવલ બેઝ છે. અહીં સ્થિત ચાગાઈથી પરમાણુ પરીક્ષણ કરીને પાકિસ્તાન પરમાણુ શક્તિ બન્યું. આટલું મહત્વનું હોવા છતાં આ વિસ્તાર ભ્રષ્ટાચારની પકડમાં રહે છે. સામાન્ય લોકોનું જીવન હંમેશા મુશ્કેલ રહ્યું છે. અત્યંત ગરીબી. તેનું કારણ એ હતું કે સરકારે બલૂચિસ્તાનના ગ્વાદર બંદરને ચીનને સોંપી દીધું હતું.

હવે અહીંથી કમાયેલા 91% પૈસા ચીન લઈ જવામાં આવે છે. અને બલૂચ લોકોને હાથમાં માત્ર થોડા રૂપિયા આવે છે. પાકિસ્તાની સેના આ વિસ્તારને દંડાથી કંટ્રોલ કરે છે. બલૂચ રાષ્ટ્રવાદીઓ આનો મુદ્દો ઉઠાવે છે. દરરોજ હિંસક અથડામણ થાય છે. ક્યારેક જિન્હાના પૂતળાને તોડવામાં આવે છે તો ક્યારેક સેનાના હેલિકોપ્ટર પર હુમલો કરવામાં આવે છે. સ્થિતિ એટલી હદે બદ્દતર થતી જાય છે કે સામાન્ય લોકો બલૂચિસ્તાનને આગામી બાંગ્લાદેશ કહેવા લાગ્યા છે.

દેશ અને દુનિયાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો 

g clip-path="url(#clip0_868_265)">