Vadodara : નશાકારક કફ સિરપ વેચવાનું કૌભાંડ ઝડપાયું, 7 લાખનો મુદ્દામાલ જપ્ત, 2 આરોપીની ધરપકડ, જુઓ Video
ગુજરાતમાં અવારનવાર નશાકારક પદાર્થો ઝડપાતા હોય છે. ત્યારે વડોદરામાં નશાકારક કફ સિરપ વેચવાનું કૌભાંડ ઝડપાયું હતુ. બાતમીની આધારે SOGએ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગુજરાતમાં અવારનવાર નશાકારક પદાર્થો ઝડપાતા હોય છે. ત્યારે વડોદરામાં નશાકારક કફ સિરપ વેચવાનું કૌભાંડ ઝડપાયું હતુ. બાતમીની આધારે SOGએ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દવાની આડમાં નશાકારક કફ સિરપનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે. પોલીસે રતિલાલ પાર્કમાં રેડ કરી 2570 નંગ સિરપ કબજે કરી છે. પોલીસે ફૂડ અને ડ્રગ્સ વિભાગ અને FSLની મદદ લીધી છે. પોલીસે સિરપ સહિત કુલ 7 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 2 આરોપીઓની ધરપકડ કરી 6 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
નશાકારક કફ સિરપ વેચવાનું કૌભાંડ ઝડપાયું
બીજી તરફ આ અગાઉ અમદાવાદમાંથી વિદેશથી પાર્સલોની આડમાં નશાકારક પદાર્થોની હેરાફેરીનો પર્દાફાશ થયો હતો. જુદા- જુદા પાર્સલમાંથી કરોડોની કિંમતનો ગાંજો,ડ્રગ્સ અને ચરસનો જથ્થો કબજે કર્યો હતો. થાઈલેન્ડ, USA, કેનેડાથી મંગાવેલો જથ્થો ક્રાઈમ બ્રાન્ચે જપ્ત કર્યો હતો.અમદાવાદમાં રમકડા અને અન્ય સામગ્રીની આડમાં ડ્રગ્સનો જથ્થો અમદાવાદ પહોંચ્યો હતો. ઈન્ટરનેટના માધ્યમથી ડ્રગ્સનો જથ્થો મગાવ્યો હોવાનો તપાસમાં ખુલાસો થયો હતો. પોસ્ટ ઓફિસમાં આવેલા 105 પાર્સલ શંકાસ્પદ જણાતા તપાસ હાથ ધરવામાં આવી હતી.