Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

What Gujarat Thinks Today: ભણવાની સાથે રમત-ગમત પણ જરુરી, દેશમાં સ્પોર્ટ સંસ્કૃતિ વિકસી રહી છે- મનસુખ માંડવિયા

What Gujarat Thinks Today: ભણવાની સાથે રમત-ગમત પણ જરુરી, દેશમાં સ્પોર્ટ સંસ્કૃતિ વિકસી રહી છે- મનસુખ માંડવિયા

| Updated on: Mar 15, 2025 | 1:57 PM

મનસુખ માંડવિયાએ કહ્યું કે રમત ગતમાં ગવે નોકરીઓ પણ મળી રહી છે ત્યારે આથી યુવાઓને રમત ગમતની સાથે નોકરી પણ મળશે અને ત્યાંથી તેઓનો આગળને આગળ વિકાસ થતો રહેશે.

TV9 ગુજરાતીના What Gujarat Thinks Todayના કાર્યક્રમમાં કેન્દ્રીય યુવા અને રમત ગમત પ્રધાન મનસુખ માંડવિયા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે બાળકોના વિકાસ માટે ભણતરની સાથે સાથે ખેલ-કૂદ પણ કેટલું મહત્વનું છે તે અંગે ચર્ચા કરી હતી.

મનસુખ માંડવિયાએ કહ્યું કે ખેલ માટે ઓપોર્ચુનીટી આપણા દેશમાં વધી રહી છે. સૌથી વધારે યુવાનો ભારતમાં છે ત્યારે દેશની અંદર સ્પોર્ટ સંસ્કૃતિ વિકસી રહી છે. ત્યારે દેશમાં સ્પોર્ટ્સને લઈને લોકોનો અભિગમ બદલાયો છે પહેલા માતા પિતા બાળકોને માત્ર ભણવા માટે પ્રેરિત કરતા પણ હવે માતા પિતા ભણવાની સાથે રમત-ગમતમાં પણ બાળકોને પ્રોત્સાહિત કરી રહ્યા છે.

મનસુખ માંડવિયાએ કહ્યું કે રમત ગમતમાં હવે નોકરીઓ પણ મળી રહી છે ત્યારે હવે યુવાઓને રમત ગમતની સાથે નોકરીનો લાભ મળે છે અને ત્યાંથી તેઓનો આગળને આગળ વિકાસ થતો રહેશે.

તેમણે કહ્યું મોદીજી એ ડેવલોપમેન્ટ પર ભાર મુક્યો છે. આપણે ડેવલોપ દેશ બની રહ્યા છીએ. તેમજ કહ્યું કે સ્પોર્ટ્સને લઈને પણ વિઝન નક્કી કરવામાં આવ્યું છે જેનું વિઝન વડાપ્રધાન મોદીએ નક્કી કર્યુ હતુ. આગળ મનસુખ માંડવિયાએ કહ્યું રિસર્ચ, નોકરી અને ઉદ્યોગો સાથે રમત ગમત પણ એટલુ જ જરુરી છે. 2047 માટેનો રોડ મેપ પીએમ મોદીએ બનાવ્યો છે જેનો એક ભાગ સ્પોર્ટ્સ પણ છે.

g clip-path="url(#clip0_868_265)">