Health Tips : દરરોજ ખોરાકમાં લો આ વસ્તુ, વજન ઘટાડવામાં જાદૂની જેમ કામ કરશે !
કાળા ઘઉં (Black Wheat) સામાન્ય ઘઉંની તુલનાએ વધુ પોષકતત્વોથી ભરપૂર હોય છે. તેમાં એન્થોસાયનિન નામક એક શક્તિશાળી એન્ટી-ઓક્સિડન્ટ હોય છે, જે આરોગ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે.

ડીયાબિટીસ માટે લાભકારી : કાળા ઘઉંમાં ગ્લાઈસેમિક ઈન્ડેક્સ ઓછો હોય છે, જે રક્તમાં શર્કરાનું માત્રાને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે.

હૃદય માટે લાભદાયી: કાળા ઘઉંમાં રહેલાં એન્થોસાયનિન હૃદયરોગ અને બ્લડ પ્રેશર કાબૂમાં રાખવામાં મદદરૂપ થાય છે.

તણાવ ઘટાડે : એન્ટી-ઓક્સિડન્ટ તત્વો શરીરમાં ઉદભવતી સુજન (inflammation) ઘટાડે છે અને તણાવ (stress) ઘટાડે છે.

વજન ઘટાડવામાં સહાયક: ફાઈબરની વધુ માત્રા હોવાથી તે પાચન તંત્રને મજબૂત બનાવે છે અને વજન નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે.

ત્વચા અને વાળ માટે લાભદાયી : એન્થોસાયનિન ત્વચાના કોષોની સુરક્ષા કરે છે અને વાળને મજબૂત બનાવે છે.

આંખોની તંદુરસ્તી માટે સારું :લ્યુટીન અને ઝેન્થેન્થિન જેવા તત્વો આંખો ને મજબૂત બનાવે છે અને દ્રષ્ટિ માં સુધારો કરશે

કાળા ઘઉંનો લોટ બનાવી રોટલી, પરોઠા અથવા બ્રેડ બનાવી શકાય. કાળા ઘઉંનો શીરો અથવા લાપસી પણ બનાવી શકાય. દળેલા ઘઉંનો ઉપમા અથવા ખીચડી બનાવી શકાય.

કાળા ઘઉં સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી છે અને નિયમિત આહારમાં તેને સામેલ કરવાથી અનેક રોગો સામે રક્ષણ મેળવી શકાય. ( Credits: Getty Images )
બિનઆરોગ્યપ્રદ ખાનપાન, ખરાબ લાઈફસ્ટાઈલ, સ્થૂળતા, સાંધાના દુખાવો, વધતી ઉંમર અને આનુવંશિક પરિબળોને કારણે ડાયાબિટીસ.તો ડાયાબિટીસ અને સાંધાના દુખાવોને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહિ ક્લિક કરો

































































