Travel with Tv9 : તમે એક દિવસ માટે અમદાવાદ આવી રહ્યા છો ? શહેરના આ મંદિરની મુલાકાત અવશ્ય લેજો
અમદાવાદ શહેર સાબરમતી નદીના કિનારે આવેલું એક શહેર છે. અમદાવાદમાં અનેક મંદિરો આવેલા છે. ઉનાળાની રજાઓમાં જો તમે પણ એક દિવસ માટે અમદાવાદ આવી રહ્યાં છો તો શહેરના આ મંદિરની મુલાકાત તમારે અવશ્ય લેવી જોઈએ.

અમદાવાદના નગરદેવી માનવામાં આવતા ભદ્રકાળી માતાજીના મંદિરના દર્શન પણ તમે કરી શકો છો. આ મંદિર લાલ દરવાજા પાસે આવેલું છે. તેમજ ત્યાં તમને કિલ્લાના દરવાજા પર ભદ્રકાળી માતાનો હાથ હોવાનું પણ લોકો દ્વારા કહેવામાં આવે છે. જેના દર્શન કરવા માટે લોકો દૂર દૂરથી આવતા હોય છે.

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં ભગવાન જગન્નાથનું ભવ્ય મંદિર આવેલું છે. આ મંદિરમાં ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે બિરાજમાન છે. આ વર્ષે અષાઢી બીજના દિવસે ભારતની ત્રીજી સૌથી મોટ રથયાત્રા યોજવામાં આવેછે. તો આ મંદિરની મુલાકાત અવશ્ય લેવી જોઈએ.

અમદાવાદના એસજી હાઈવે પર માતા વૈષ્ણવ દેવીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે. માતા વૈષ્ણવ દેવી ગુફામાં બિરાજમાન હોય તેવું આ મંદિર બનાવવામાં આવ્યું છે. અહીં અનેક ભક્તો દૂર દૂરથી દર્શન કરવા માટે આવે છે. આ ઉપરાંત મંદિરની નજીક તિરુપતિ બાલાજીનું પણ એક મંદિર આવેલું છે.

અમદાવાદના એસ.જી. હાઈવે પર આવેલું શ્રી બાલાજી મંદિર એ પશ્ચિમ ભારતનું સૌથી મોટું મંદિર છે. જે આશરે 8000 મીટર વિસ્તારમાં ફેલાયેલું છે. ભગવાન બાલાજીના ભક્તો તિરુપતિ ગયા વિના જ અમદાવાદમાં સરળતાથી ભગવાનના દર્શનનો લાભ મેળવી શકો છો.

અમદાવાદના કાલુપુર મંદિરમાં ભગવાન સ્વામિનારાયણનું મંદિર આવેલું છે. આ ભવ્ય મંદિર 1822માં આ મંદિર બનાવવામાં આવ્યું હતુ. આ મંદિરમાં જટિલ કોતરણી કરવામાં આવેલુ છે.
Tv9 ગુજરાતી પર તમે ઓછા ખર્ચમાં દેશ અને વિદેશના ક્યાં સ્થળોની મુલાકાત લઈ શકો છો તેની માહિતી આપવામાં આવે છે. જેની જાણકારી મેળવવા માટે Travel With Tv9ની સિરિઝ વાંચી શકો છો. આ સિરિઝ અંતર્ગત નિયમિત એક સ્ટોરી પ્રકાશિત કરવામાં આવે છે.

































































