આજનું હવામાન : ગુજરાતમાં ઉનાળો રહેશે આકરો ! ચિરાગ શાહે કરી હીટવેવની આગાહી, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળશે. પરંતુ હવામાન નિષ્ણાંત ચિરાગ શાહની આગાહી અનુસાર રાજ્યમાં આગામી સમયમાં કાળઝાળ ગરમી પડશે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળશે. પરંતુ હવામાન નિષ્ણાંત ચિરાગ શાહની આગાહી અનુસાર રાજ્યમાં આગામી સમયમાં કાળઝાળ ગરમી પડશે. દર વર્ષની જેમ આ વર્ષે તાપમાનનો પારો 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે. આ વર્ષે રાજ્યમાં જોરદાર હિટવેવ અનુભવાશે. ગુજરાતમાં હિટવેવ પાછળ ઘણા બધા કારણો છે.લા નીનોની અસર કારણે આ વર્ષે ગુજરાતમાં ગરમીનો અનુભવ વહેલો થવા લાગ્યો છે.
હિટવેવની આગાહી
એપ્રિલ અને મે મહિનામાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો જોવા મળશે.આ વર્ષનો ઉનાળો આકરો રહે તેવી આગાહી કરી છે. હાલ ભારતમાં બે સિસ્ટમ સક્રિય છે.ઉત્તર અને દક્ષિણ ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાથી તાપમાનમાં વધારો થશે.અરબ સાગરમાં પણ સાયક્લોનિક સકર્યુલેશન સક્રિય થઈ રહ્યું છે.પેસિફિક મહાસાગરમાં થતી હલચલ વિશ્વમાં વાતાવરણની દિશા નક્કી કરે છે.
રાજ્યમાં કેટલું રહેશે તાપમાન
ગુજરાતમાં આજે કેટલાક જિલ્લાઓનું તાપમાન 39 ડિગ્રીથી વધારે નોંધાવાની શક્યતા છે. અમરેલી, બોટાદ, તાપી સહિતના જિલ્લાઓમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. આણંદ, ભરૂચ, જુનાગઢ, મહીસાગર, રાજકોટ, વડોદરા સહિતના જિલ્લાઓમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત અમદાવાદ, અરવલ્લી, દાહોદ, ડાંગ, ખેડા, મોરબી, સાબરકાંઠા, સુરત સહિતના જિલ્લાઓમાં 37 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.

જમ્મુ કાશ્મીર હુમલા બાદ ભારતે 'એક્શન મોડ' એક્ટિવેટ કર્યો

નાની ઉંમરે કેમ આવી રહ્યા છે હાર્ટ એટેક ? જાણો એક્સપર્ટે શું કહ્યું

બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા કેસમાં ખંભાતના આરોપીને ફટકારાઈ ફાંસી

મહુધામાં યુવક-યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો, આરોપીની ધરપકડ
