Vadodara : કાયદાના જાણકારે કાયદાના ઉડાડ્યા ધજાગરા ! નશામાં ધૂત કારચાલકે સર્જયો અકસ્માત, જુઓ Video
ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ફરી એક વાર વડોદરામાં ભયંકર અકસ્માત સર્જાયો છે. વડોદરાના તાંદલજામાં બેફામ કારચાલકે બાઈકને અડફેટે લીધું છે.
ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ફરી એક વાર વડોદરામાં ભયંકર અકસ્માત સર્જાયો છે. વડોદરાના તાંદલજામાં બેફામ કારચાલકે બાઈકને અડફેટે લીધું છે. કારચાલક નશાની હાલતમાં હોવાના કારણે અકસ્માત સર્જાયો હોવાનો ખુલાસો થયો છે. કારમાંથી દારુની બોટલ પણ મળી આવી છે.
કારચાલક મૂળ અમદાવાદનો રહેવાસી હોવાનો પણ ખુલાસો થયો છે. જે.પી. રોડ પોલીસે સ્ટેશનની હદ વિસ્તારમાં આ ઘટના બની હતી. જો કે ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. તો સમગ્ર ઘટનામાં બાઈકચાલક સાથે બેઠેલ દોઢ વર્ષના બાળકને ઈજા પહોંચી છે. કારચાલક અમદાવાદનો રહેવાસી અને વકીલ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. કાયદાના જાણકારે જ કાયદાના ખુલ્લેઆમ ધજાગરમા ઉડાડ્યા છે.
અમદાવાદ રોડ પર ઉમિયા માતાના મંદિર પાસે સર્જાયો અકસ્માત
બીજી તરફ અમદાવાદ રોડ પર અકસ્માત થયો છે. કાર ચાલકે નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતના CCTV ફુટેજ સામે આવ્યા છે. અકસ્માતમાં દંપતિનું મોત નીપજ્યું હતુ.ST બસને પણ અકસ્માત નડ્યો હતો. ST બસના ચાલકે પોલીસ ફરિયાદ નોંધાવી. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. કાર ચાલકે નબીરાએ નશાની હાલતમાં એટલી બેફામ ગાડી ચલાવી કે એક સાથે ત્રણ ગાડીઓને અડફેટે લીધી. CCTV ફુટેજમાં જોઈ શકાય છે કે પૂરઝડપે આવી કાર રોડની બીજી તરફ આવી ST બસ સાથે. ધડાકા ભેર અથડાય છે.