Amreli : ધૂળેટીના દિવસે રાજુલામાં 2 જૂથ વચ્ચે પથ્થરમારો, એક જૂથનું બાઈક સળગાવ્યુ, જુઓ Video
ધૂળેટીના દિવસે અમરેલીના રાજુલામાં પથ્થરમારાની ઘટના સામે આવી છે. રાજુલા શહેરમાં વાવેરા રોડ ઉપર 2 અલગ અલગ કોમ વચ્ચે પથ્થરમારાની ઘટના બની હતી. પથ્થરમારાની ઘટના વચ્ચે એક જૂથનું બાઈક સળગાવી દેવામાં આવ્યું હતુ.
ધૂળેટીના દિવસે અમરેલીના રાજુલામાં પથ્થરમારાની ઘટના સામે આવી છે. રાજુલા શહેરમાં વાવેરા રોડ ઉપર 2 અલગ અલગ કોમ વચ્ચે પથ્થરમારાની ઘટના બની હતી. પથ્થરમારાની ઘટના વચ્ચે એક જૂથનું બાઈક સળગાવી દેવામાં આવ્યું હતુ. જેમાં 5 જેટલા વ્યક્તિઓને નાની મોટી ઈજા થઈ હતી. ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક ધોરણે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ASP વલય વૈદ્ય સહિત રાજુલા પોલીસ ઘટના સ્થળે પોહચી સ્થિતિ કંટ્રોલ કરી હતી. બંન્ને જૂથોની સામે પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
અમરેલીમાં થયો હતો પથ્થરમારો
ઉલ્લેખનીય છે કે રંગોના તહેવાર પર રાજુલામાં પથ્થરમારાની ઘટના બની હતી. જો કે હજી સુધી ક્યાં કારણોસર 2 જૂથના લોકો ઝઘડાયા હતા તે બહાર આવ્યું નથી. આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.