AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં આતંક મચાવતા લુખ્ખા તત્વોનું લિસ્ટ થશે તૈયાર ! DGPએ રાજ્યના CP અને SP સાથે બેઠક કરી ગુંડાતત્ત્વોના પાસા અને તડીપારની કાર્યવાહી કરવા આદેશ

ગુજરાતમાં ગુનાખોરીમાં વધારો થતાં પોલીસ તંત્ર એલર્ટ થયું છે. પોલીસ વડાએ તમામ પોલીસ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરી 100 કલાકમાં ગુંડા તત્વોની યાદી તૈયાર કરવાનો આદેશ આપ્યો છે.

| Updated on: Mar 15, 2025 | 5:52 PM
Share
રાજ્યમાં વધી રહેલા ગુનાખોરીના પગલે પોલીસ તંત્ર સતર્ક બન્યું છે. કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા તથા અસામાજિક તત્ત્વો સામે સખત પગલાં ભરવા માટે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે તમામ પોલીસ કમિશનર, રેન્જ વડા અને પોલીસ અધિકારીઓ સાથે વીડિયો-કોન્ફરન્સ દ્વારા બેઠક યોજી હતી.

1 / 5
આ બેઠકમાં સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી કે આગામી 100 કલાકની અંદર દરેક પોલીસ સ્ટેશન દ્વારા તેમના વિસ્તારમાં ગુંડાતત્ત્વોની યાદી તૈયાર કરવામાં આવશે. આ યાદીમાં ખાસ કરીને શરીરસબંધી ગુનાઓ, ખંડણી, ધમકી, મિલકત સામેના ગુનાઓ, પ્રોહિબિશન, જુગાર, ખનીજચોરી અને અન્ય અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્ત્વોને સામેલ કરવાનું રહેશે.

2 / 5
પોલીસ વડાએ આ યાદી તૈયાર થયા બાદ વહીવટી તંત્ર સાથે સંકલન કરી કડક કાર્યવાહી કરવા પણ આદેશ આપ્યો છે. જેમાં ગેરકાયદે બાંધકામ દૂર કરવાનું, સરકારી જમીન પરના અયોગ્ય કબજાને હટાવવાનું, ગેરકાયદે વીજ કનેકશન સામે કાર્યવાહી કરવાનું અને નાણાકીય ગેરવ્યવહાર અંગે ચકાસણી કરવાનું પણ શામેલ છે.

3 / 5
તદુપરાંત, ગુનાઓમાં સંડોવાયેલા અને જામીન પર છૂટેલા તત્ત્વો જો ફરીથી ગેરકાયદે પ્રવૃત્તિઓમાં પકડાય તો તેમના જામીન રદ કરવા, પાસા તથા તડીપાર જેવી કાયદેસર જોગવાઈઓનો ઉપયોગ કરવા અને ભાડૂત રજિસ્ટ્રેશન નહીં કરનાર સામે પણ પગલાં ભરવા માટે સ્પષ્ટ માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

4 / 5
પોલીસ વડાએ રાજ્યના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓને આ આદેશોના કડક અમલ માટે વ્યક્તિગત રીતે દેખરેખ રાખવા અને તુરંત કાર્યવાહી સુનિશ્ચિત કરવા પણ જણાવ્યું છે.

5 / 5

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો

g clip-path="url(#clip0_868_265)">