Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

15 માર્ચના મહત્વના સમાચાર : RTE માં પ્રવેશને લઈને રાજ્ય સરકારન મોટો નિર્ણય, RTEમાં એડમિશન માટે આવકની મર્યાદા 1.50 લાખથી વધારી 6 લાખ કરી, 15 એપ્રિલ સુધી ભરી શકાશે ફોર્મ 

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 15, 2025 | 10:04 PM

આજે 15 માર્ચને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

15 માર્ચના મહત્વના સમાચાર : RTE માં પ્રવેશને લઈને રાજ્ય સરકારન મોટો નિર્ણય, RTEમાં એડમિશન માટે આવકની મર્યાદા 1.50 લાખથી વધારી 6 લાખ કરી, 15 એપ્રિલ સુધી ભરી શકાશે ફોર્મ 

આજે 15 માર્ચને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 15 Mar 2025 10:03 PM (IST)

    કચ્છ: અંજારમાં તળાવમાં ન્હાવા પડેલા 4 બાળકોના મોત

    કચ્છના અંજાર તાલુકાના ભવાનીપુર નજીકના તળાવમાં હિંગોળજા વાંઢના પાંચ બાળકો ન્હાવા જતા દુર્ઘટનાનો ભોગ બન્યા. બાળકો પાણીમાં ડૂબી જતાં ફાયર વિભાગ અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા તાત્કાલિક શોધખોળ શરૂ કરવામાં આવી. આ પ્રક્રિયા દરમિયાન ચાર બાળકોના મૃતદેહો મળી આવ્યા છે, જ્યારે એક બાળક હજુ ગુમ છે અને તેની શોધખોળ ચાલુ છે.

  • 15 Mar 2025 07:36 PM (IST)

    RTE ને લઈ રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

    • RTE ને લઈ રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
    • RTE માં પ્રવેશ માટે આવકની મર્યાદામાં કરાયો વધારો
    • 6 લાખ સુધીની આવક મર્યાદા ધરાવનાર વાલીઓ હવે બાળકોના ફોર્મ ભરી શકશે
    • અગાઉ ગ્રામ્ય વિસ્તારમાં 1.20 લાખ અને શહેરી વિસ્તારમાં 1.5 લાખની હતી મર્યાદા
    • વાલીઓ આગામી 15 એપ્રિલ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે
  • 15 Mar 2025 05:45 PM (IST)

    દેવભૂમિદ્વારકા: દ્વારકાની ગોમતી નદીમાં યુવાનનો પાણીમાં ડુબતો વીડિયો

    • દેવભૂમિદ્વારકા: દ્વારકાની ગોમતી નદીમાં યુવાનનો પાણીમાં ડુબતો વીડિયો
    • યુવાન ડુબવા લાગતા ભયનો માહોલ
    • નાહવા પડેલો યુવાન અચાનક જ ડુબવા લાગતા ચિંતાનું મોજું પ્રસર્યું
    • યુવાન તડફડીયા મારવા લાગતા સ્થાનિક તરવૈયા મદદે આવ્યા
    • આખરે યુવાનને બચાવી લેવામાં આવ્યો
  • 15 Mar 2025 04:54 PM (IST)

    અમદાવાદઃ વસ્ત્રાલની ઘટના બાદ પોલીસ એક્શન મોડમાં

    • અમદાવાદઃ વસ્ત્રાલની ઘટના બાદ પોલીસ એક્શન મોડમાં
    • પોલીસ અધિકારીઓ સાથે રાજ્ય પોલીસ વડાની ઉચ્ચસ્તરીય બેઠક
    • પોલીસ કમિશનર, રેન્જ આઈજી અને તમામ એસપી સાથે યોજી બેઠક
    • આગામી 100 કલાકમાં ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા સૂચના
    • રાજ્યના તમામ ગુનેગારોની યાદી તૈયાર કરવા સૂચના
    • ખંડણી, ધાક-ધમકી, દારૂ, જુગાર, ખનીજ ચોરી કરતા લોકોની યાદી તૈયાર થશે
    • અસામાજિક તત્વો, જનતામાં ભય ફેલાવનાર આરોપીઓની યાદી મંગાવાઈ
    • આરોપીઓએ ઊભા કરેલા ગેરકાયદે બાંધકામો તોડાશે
  • 15 Mar 2025 04:53 PM (IST)

    વડોદરાઃ શહેરમાં વધુ એક અકસ્માત સર્જાયો

    • વડોદરાઃ શહેરમાં વધુ એક અકસ્માત સર્જાયો
    • સુભાનપુરા હાઈ ટેન્શન રોડ પર કાર ચાલકે સ્ટેરિંગ પર કાબુ ગુમાવ્યો
    • કાર રોડ પરથી કૂદીને રહેણાંક વિસ્તારમાં પહોંચી ગઈ
    • સદનસીબે કોઈ જાનહાની નહીં
    • ઘટનાસ્થળે પર થોડા સમય પહેલા જ એક વ્યકિત ત્યાંથી પસાર થતો દેખાયો હતો
  • 15 Mar 2025 04:52 PM (IST)

    રાજકોટઃ ત્રણ યુવાન નદીમાં ડૂબ્યા

    • રાજકોટઃ ત્રણ યુવાન નદીમાં ડૂબ્યા
    • એક યુવકનું મોત, બે યુવકનો બચાવ
    • લોઠડા ગામમાં નદીમાં પડ્યા હતા નાહવા
    • અર્જુન મકવાણા નામના યુવકનું થયું મોત
    • પોલીસે યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો
    • ગરમીને કારણે ત્રણ યુવકો ન્હાવા માટે નદીમાં પડ્યા હતા.
  • 15 Mar 2025 03:57 PM (IST)

    રંગીલા રાજકોટમાં BRTS રૂટમાં જોવા મળી ઘોડેસવારી

    ગુજરાતમાં સ્ટંટબાજો બેફામ છે જ. પરંતું ખાસ કરીને રાજકોટમાં તો હવે સ્ટંટબાજોએ ખરેખર હદ કરી નાખી છે. પોલીસને પણ પડકાર ફેંકે તેવા સ્ટંટના દ્રશ્યો સામે આવતા હોય છે. ત્યારે આવો જ એક વીડિયો રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર જોખમી સ્ટંટનો સામે આવ્યો..જેમાં જોખમી સ્ટંટ કરતા જોવા મળ્યા ઘોડે સવારો. જાણે આ ઘોડેસવારોને પોલીસનો બિલકુલ ખૌફ જ ના હોય તેમ તેઓ બિંદાસ્ત ધોડે સવારી કરી રહ્યા છે. વીડિયોમાં અંદાજે 6 જેટલા ઘોડાસવાર જોવા મળી રહ્યા છે. ત્યારે જોવું રહ્યું કે પોલીસે આ લોકો સામે કાર્યવાહી કરે છે કે નહીં.

  • 15 Mar 2025 03:56 PM (IST)

    સુરત: 2 તોડબાજ પત્રકારોની કરાઈ ધરપકડ

    • સુરત: 2 તોડબાજ પત્રકારોની કરાઈ ધરપકડ
    • તલ્હા ચાંદીવાલા, મુસ્તાક હુસેન બેગની ધરપકડ
    • દિલ્હીગેટ સ્થિત એલિગન્ટ હોટલના માલિક પાસે માંગી હતી ખંડણી
    • હોટલનું બાંધકામ ચાલી રહ્યું હતું ત્યારે 50-50 હજાર રૂપિયા માંગ્યા
    • એક તોડબાજે 12 હજારનો, અન્યએ 22 હજારનો તોડ કર્યો
    • હોટલ માલિકની ફરિયાદના આધારે બન્ને તોડબાજોને ઝડપી પડાયા
    • સમગ્ર મામલે મહિધરપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી
  • 15 Mar 2025 01:58 PM (IST)

    અમદાવાદઃ વસ્ત્રાલમાં તોફાન મચાવનારા સામે એક્શન

    અમદાવાદઃ વસ્ત્રાલમાં તોફાન મચાવનારા સામે એક્શન લેવામાં આવી રહ્યુ છે. આરોપીઓના ગેરકાયદેસર ઘરોનું ડિમોલિશન કરવામાં આવી રહ્યુ છે. ચોથા આરોપી રોહિત સોનવણેના ઘરે ડિમોલિશન હાથ ધરાયુ. પંજાબી તાળાની ચાલી ભાઈપુરામાં ડિમોલિશન હાથ ધરાયુ છે. અત્યાર સુધી ત્રણ આરોપીઓના ઘરે ડિમોલિશન થયું છે.

  • 15 Mar 2025 01:17 PM (IST)

    વડોદરા હિટ એન્ડ રનના આરોપી રક્ષિતને છાતીમાં દુ:ખાવો થતા હોસ્પિટલ લવાયો

    વડોદરા: કારેલીબાગમાં હિટ એન્ડ રનની ઘટનાના આરોપી રક્ષિતને છાતીમાં દુ:ખાવો થતા હોસ્પિટલ લવાયો છે. તેને સર્જિકલ વોર્ડમાં તપાસ માટે લઈ જવાયો. આરોપી રક્ષિત હાલ એક દિવસના રિમાન્ડ પર છે. વધુ રિમાન્ડ માટે પોલીસ સાંજે કોર્ટમાં તેેને રજૂ કરશે. પોલીસ દ્વારા આરોપીને સાથે રાખી ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કરાશે. પોલીસે આરોપી વિરુદ્ધ સાપરાધ માનવ વધનો દાખલ ગુનો કર્યો છે.

  • 15 Mar 2025 01:09 PM (IST)

    સુરતઃ બાળકી પર ગેટ પડતા નિપજ્યું મોત

    સુરતઃ બાળકી પર ગેટ પડતા 4 વર્ષની બાળકીનું મોત નિપજ્યું છે. કારે ગેટને ટક્કર મારતા ગેટ તુટી પડ્યો. નજીકમાં રમી રહેલી બાળકી પર ગેટ પડતા તેનું મોત થયુ. તુટેલા ગેટ પરથી જ કારચાલકે કાર ચલાવી. કાર ચાલકે બ્રેક ન મારતા બાળકી ગંભીર રીતે ચગદાઈ.

  • 15 Mar 2025 12:22 PM (IST)

    રાજકોટ: BRTS રૂટ પર સ્ટંટબાજો બન્યા બેફામ

    રાજકોટ: BRTS રૂટ પર સ્ટંટબાજો બન્યા બેફામ બન્યા છે. 150 ફૂટ રિંગરોડ પર જોખમી સ્ટંટ કરતા ઘોડે સવારોનો વીડિયો વાયરલ થયો છે. ઘોડા પર ઉભા રહીને જોખમી સ્ટંટ કરતો વીડિયો સામે આવ્યો છે. 6થી 7 જેટલા ઘોડે સવારો સ્ટંટ કરતા હોવાનું સામે આવ્યું છે.

  • 15 Mar 2025 11:04 AM (IST)

    અમદાવાદઃ વસ્ત્રાલમાં આતંક મચાવનારાઓ પર તવાઈ

    અમદાવાદઃ વસ્ત્રાલમાં આતંક મચાવનારાઓ પર તવાઈ બોલાવવામાં આવશે. આરોપી રાજવીરસિંહ બિહોલાના ઘરે ડિમોલિશન હાથ ધરાશે. બીજી તરફ આરોપીના પરિવારની મહિલાઓએ હોબાળો મચાવ્યો હ. રાજવીર તોડફોડ સમયે હાજર નહીં હોવાનો આક્ષેપ છે. મહિલાઓએ આત્મવિલોપનની ચીમકી આપી. મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો.

  • 15 Mar 2025 09:56 AM (IST)

    સુરત: સચિન GIDCમાં રામેશ્વર કોલોનીમાં લાગેલી આગ કાબૂમાં

    સુરત: સચિન GIDCમાં રામેશ્વર કોલોનીમાં લાગેલી આગ કાબૂમાં આવી ગઇ છે. ચીંદીના ગોડાઉનમાં લાગેલી આગ પર 10 કલાક બાદ કાબૂ મેળવાયો. ભીષણ આગ લાગતા ગોડાઉનની આસપાસના ઝૂંપડા બળીને ખાખ થઇ ગયા છે. આગે વિકારળ રૂપ ધારણ કરતા ઝૂંપડા ખાલી કરાવ્યા હતા. ચીંદીનો અન્ય જથ્થો JCB મશીનથી ખસેડી લેવામાં આવ્યો. આગની ઘટનામાં ગોડાઉનના માલિકને લાખોના નુકસાનનું અનુમાન છે. ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો.

  • 15 Mar 2025 09:11 AM (IST)

    વડોદરાઃ પાદરામાં કેનાલમાંથી મળ્યો યુવતીનો મૃતદેહ

    વડોદરા જિલ્લાના પાદરા વિસ્તારમાં કેનાલમાંથી 19 વર્ષીય યુવતીનો મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ છે. યુવતી 11 તારીખે પરીક્ષા આપવા માટે ઘરેથી નીકળી હતી અને ત્યારથી ગુમ હતી. પરિવારજનોએ તેની હત્યાની આશંકા વ્યક્ત કરી છે, કારણ કે તેના શરીર પર ઈજાના નિશાન જોવા મળ્યા છે. યુવતીનું એક્વિટા અને મોબાઈલ નજીકના ખેતરમાંથી મળ્યા, જ્યારે તેની કોલેજબેગ હજુ સુધી મળી નથી. પોલીસ ઘટનાની ગંભીરતા સમજી તપાસમાં લાગી છે અને યુવતીના મોત પાછળના કારણોની શોધખોળ કરી રહી છે.

  • 15 Mar 2025 07:18 AM (IST)

    ગાંધીનગ : અમદાવાદ રોડ પર ઉમિયા માતાના મંદિર પાસે અકસ્માત

    ગાંધીનગરઃ અમદાવાદ રોડ પર અકસ્માત થયો છે. કાર ચાલકે નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતના CCTV ફુટેજ સામે આવ્યા છે. અકસ્માતમાં દંપતિનું મોત નીપજ્યું હતુ.ST બસને પણ અકસ્માત નડ્યો હતો. ST બસના ચાલકે પોલીસ ફરિયાદ નોંધાવી. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. કાર ચાલકે નબીરાએ નશાની હાલતમાં એટલી બેફામ ગાડી ચલાવી કે એક સાથે ત્રણ ગાડીઓને અડફેટે લીધી. CCTV ફુટેજમાં જોઈ શકાય છે કે પૂરઝડપે આવી કાર રોડની બીજી તરફ આવી ST બસ સાથે. ધડાકા ભેર અથડાય છે.

  • 15 Mar 2025 07:16 AM (IST)

    ધૂળેટીના તહેવારમાં રાજુલામાં પથ્થરમારો

    અમરેલીઃ ધુળેટીના તહેવારમાં રાજુલામાં પથ્થરમારાની ઘટના બની છે. વાવેરા રોડ ઉપર બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો છે. એક જૂથનું બાઈક સળગાવી દેવાયું. ઘટનામાં 5 જેટલા લોકોને નાની મોટી ઈજા થઇ છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા. પોલીસે ઘટના સ્થળે પહોંચી સ્થિતિ પર કાબૂ મેળવ્યો. બંને જૂથોની સામે પોલીસ ફરીયાદ નોંધવા કાર્યવાહી હાથ ધરાઇ છે.

Published On - Mar 15,2025 7:13 AM

Follow Us:
ઓસ્ટ્રેલિયન PM એન્થોની અલ્બેનીઝ BAPS સંસ્થાના કાર્યક્રમમાં હાજર રહ્યાં
ઓસ્ટ્રેલિયન PM એન્થોની અલ્બેનીઝ BAPS સંસ્થાના કાર્યક્રમમાં હાજર રહ્યાં
Ahmedabad : કુબેરનગર વિસ્તારમાં મંદિરના પૂજારીએ કરી આત્મહત્યા
Ahmedabad : કુબેરનગર વિસ્તારમાં મંદિરના પૂજારીએ કરી આત્મહત્યા
Vadodara : કાર અને મીની બસ વચ્ચે સર્જાયો અકસ્માત
Vadodara : કાર અને મીની બસ વચ્ચે સર્જાયો અકસ્માત
આ 4 રાશિના જાતકોને લાંબા અંતરની યાત્રા કે પ્રવાસ પર જવાના સંકેત બનશે
આ 4 રાશિના જાતકોને લાંબા અંતરની યાત્રા કે પ્રવાસ પર જવાના સંકેત બનશે
અગનભઠ્ઠી બનશે ગુજરાતના આ વિસ્તાર !
અગનભઠ્ઠી બનશે ગુજરાતના આ વિસ્તાર !
અમદાવાદના નરોડામાં પાડોશીઓ વચ્ચે મારામારી, છરી વડે હુમલામાં 2 ગંભીર
અમદાવાદના નરોડામાં પાડોશીઓ વચ્ચે મારામારી, છરી વડે હુમલામાં 2 ગંભીર
અમદાવાદ : નિકોલમાં ટાઉન પ્લાઝા કોમ્પલેક્ષમાં બોમ્બ હોવાની અફવા
અમદાવાદ : નિકોલમાં ટાઉન પ્લાઝા કોમ્પલેક્ષમાં બોમ્બ હોવાની અફવા
Breaking News : કચ્છના અંજારમાં તળાવમાં ન્હાવા ગયેલા 5 બાળકો ડૂબ્યા
Breaking News : કચ્છના અંજારમાં તળાવમાં ન્હાવા ગયેલા 5 બાળકો ડૂબ્યા
Vadodara : નશાકારક કફ સિરપ વેચવાનું કૌભાંડ ઝડપાયું, 2 આરોપીની ધરપકડ
Vadodara : નશાકારક કફ સિરપ વેચવાનું કૌભાંડ ઝડપાયું, 2 આરોપીની ધરપકડ
Surat : બાળકી પર ગેટ પડ્યા બાદ પણ ચાલક કાર હંકારી ગયો
Surat : બાળકી પર ગેટ પડ્યા બાદ પણ ચાલક કાર હંકારી ગયો
g clip-path="url(#clip0_868_265)">