Best Yoga Pose: ક્યા યોગ પોઝ એવા છે જે નિયમિત કરવા જોઈએ?
Best Yoga Pose: યોગ દ્વારા ઘણી સમસ્યાઓમાંથી રાહત મેળવી શકાય છે. યોગ ફક્ત શરીર માટે જ નહીં, પણ માનસિક સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. અહીં યોગાસનો આપેલા છે, જેનો નિયમિત અભ્યાસ કરવાથી ઘણી સમસ્યાઓથી છુટકારો મળી શકે છે.

સૂર્ય નમસ્કાર: તે આખા શરીરના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોવાનું કહેવાય છે. શરીરને સુગમતા અને ઉર્જા પ્રદાન કરવા ઉપરાંત તે બીજી ઘણી બાબતોમાં ફાયદાકારક સાબિત થઈ શકે છે.

ભુજંગાસન (કોબ્રા પોઝ): આ યોગ છાતી અને ફેફસાં માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ ઉપરાંત તે હૃદય માટે પણ ફાયદાકારક હોવાનું કહેવાય છે. આ નિયમિતપણે કરવાથી ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં મદદ મળી શકે છે.

પશ્ચિમોત્તાનાસન: આ યોગ કરવાથી મન શાંત રહે છે, તણાવ ઓછો થાય છે અને પાચનતંત્ર પણ યોગ્ય રીતે કાર્ય કરે છે. આ ઉપરાંત, તે ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં પણ ખૂબ અસરકારક હોવાનું કહેવાય છે.

ધનુરાસન: આ યોગના નિયમિત અભ્યાસથી પીઠ મજબૂત બને છે અને છાતી અને ફેફસાની ક્ષમતામાં પણ સુધારો થાય છે. આ ઉપરાંત આ યોગ હૃદય સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવવામાં પણ મદદ કરી શકે છે.

ત્રિકોણાસન: આ યોગ કરવાથી પાચનતંત્ર સુધરે છે અને હૃદયના સ્વાસ્થ્યને પણ પ્રોત્સાહન મળે છે.

વૃક્ષાસન: આ યોગ કરવાથી પગ મજબૂત બને છે અને ધ્યાન અને સ્થિરતા પણ વધે છે. (All Photo Credit: Pexels) (Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે. યોગ કરવા માટે પહેલા શરીર ફ્લેક્સિબલ હોવું જરુરી છે તેમજ કોઈ નિષ્ણાંતની સલાહ લઈને યોગ કરી શકાય.)
નિયમિત રીતે યોગ કરવાથી ઘણા લાભ થાય છે. જેમ કે મનને શાંતિ મળે છે, તણાવ મુક્ત જીવન, શરીરનો થાક દૂર થાય છે, શરીર રોગ મુક્ત બને છે, વજન પર કંટ્રોલ કરી શકાય છે. યોગના વધારે ન્યૂઝ વાંચવા માટે આ પેજ સાથે જોડાયેલા રહો.
